SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહવિરમણ ૩૫ થઈ શકે છે તેમ ધનથી અભિમાન વધે છે, ધન મળતાં અનેક પ્રકારના વિષયસુખના સાધનેને ઉપભેગા કરવાની ઈચ્છા થાય છે, ધનવાન બીજાઓ પર ત્રાસ ગુજારે છે અને કેટલાંક ન કરવા ચોગ્ય કામે કરવા માટે પણ દોરાય છે. લક્ષ્મી આવી રીતે અનર્થો ઉપજાવવાનું પણ સાધન હોવાથી શાસ્ત્રકારોએ તેની નિંદા કરી છે. વળી ધન પેદા કરવા જતાં મનુષ્ય ગમે તેવાં ઘર અને અનીતિભર્યા કાર્યો કરવાને અચકાતા નથી. ધનને ખાતર મિત્રો-મિત્રમાં કલેશ જમે છે, ભાઈઓ-ભાઈઓ વચ્ચે કુસંપ થાય છે અને મનુષ્યનાં ખન પણ થાય છે. રાજ્યભથી મુંજરાજા પોતાના ભત્રીજા ભેજને વધ કરાવવા તૈયાર થયે હતો. તેને મારી નાખવા મોકલેલા મારાઓને દયા આવી અને તેઓએ તેમને જીવતા છેડી મૂકો. તે વખતે મુંજરાજાને આપવા માટે ભેજરાજાએ એક લેક લખીને મોકલ્યો હતો કે – मांधाता च महीपतिः कृतयुगेऽलंकारभूतो गतः। सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः ॥ अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भूपते!। नैकेनापि समं गता वसुमती ननं त्वया यास्यति ॥१॥ કૃતયુગમાં અલંકારભૂત માંધાતા ગ્રુપતિ પણ ગયે, જેણે મેટા સમુદ્ર પર પૂલ બાંધ્યો એવા રાવણનો નાશ કરનાર રામચંદ્રજી પણ કયાં છે? યુધિષ્ઠિર પ્રમુખ સારા સારા બીજા રાજાઓ પણ કાળને શરણ થયા છે, કેઈની સાથે આ પૃથ્વી ગઈ નથી, પણ તે મુંજ! જરૂર તારી સાથે તે આવશે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy