________________
૩૦
પવિત્રતાને પંથે
પણ બંધ કરશે અને કદાચ ઊડશે તે પણ એક હાથ હલાવવાથી દૂર ભાગી જશે.
આ બ્રહ્મચર્યની ભાવનાને ટેકો આપનારી કેટલીક વિચારશ્રેણી તપાસીએ. યાજ્ઞવલ્કયે પિતાની સ્ત્રી મૈત્રેયીને ઉપદેશ આપ્યો હતો કે-દરેક મનુષ્ય તેના આત્માને લીધે પ્રિય છે. પુત્ર પુત્રને ખાતર પ્રિય નથી, પણ આત્માને ખાતર પ્રિય છે. પતિ પતિને ખાતર પ્રિય નથી, પણ આત્માને ખાતર પ્રિય છે. પત્ની પત્નીને ખાતર પ્રિય નથી, પણ આમાને ખાતર પ્રિય છે. કારણ કે અંદરથી આત્મા ચાલ્યા જાય છે ત્યારે શરીર ઉપરને મેહ ઉતરી જાય છે, માટે આપણે દરેક આત્મા છીએ, અને આત્મા તે પુરુષ નથી તેમ સ્ત્રી પણ નથી, એ ભાવનાનું ચિંતન કરવાથી શરીરભાવથી ઉત્પન્ન થતી કામિક વૃત્તિનું બળ ઘટવા લાગશે.
તેને વાતે બીજા પણ કેટલાંક સાધને શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. પ્રબળ શત્રુને જીતવાને જેટલાં સાધને મળે તે બધાનો ઉપયોગ કરવો જોઈએ. બ્રહ્મચારી અથવા જિતેપ્રિય રહેવાને માટે મનુષ્ય જેમ બને તેમ ઓછો ખોરાક ખાવે જોઈએ. અમેરિકાના ડોકટરોએ ઘણુ મનુષ્યોને તપાસી એ અભિપ્રાય આપે છે કે–મનુષ્યોને પોતાને જેટલા ખોરાકની જરૂર છે તેના કરતાં બમણે કે ત્રણગણે ખેરાક લે છે. જેનશાસ્ત્રકારો કહે છે કે-મનુષ્ય ઊદરી વ્રત કરવું અર્થાત ઉદરમાં જેટલું ભરી શકાય તેના કરતાં કાંઈક ઓછું ખાવું, કારણ કે અતિ આહાર પણ વિષયવૃત્તિને
ઉત્તેજિત કરવાનું મેટું કારણ બને છે. વળી માદક અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com