________________
પવિત્રતાને પંથે
જગતમાં જેટલા જેટલા બનાવ બને છે, કાર્યો થાય છે તે બધાનું મૂળ વિચાર છે. મકાનની બધી યોજનાઓ પ્રથમ એક એનજીનીયરના મગજમાં પેદા થાય છે અને પછી કારીગરો અને મજૂરે તે નકશા પ્રમાણે આખું મકાન બનાવે છે, તેવી જ રીતે આપણા ચારિત્રના બંધારણમાં પણ વિચાર મુખ્ય ભાગ ભજવે છે. ભગવદગીતા આ સંબંધમાં લખે છે કે –
ध्यायतो विषयान् पुंसः संगस्तेषपजायते । संगात्संजायते काम:
વિષયેનું ચિંતન કરવાથી તે પ્રત્યે આસક્તિ પેદા થાય છે અને આસક્તિ પરથી તે મેળવવાની ને ભેગવ વાની પ્રબળ ઈચ્છા થાય છે અને તે ઈચછા કાર્યરૂપે પરિણમે છે; માટે સઘળી અનર્થકારી ક્રિયાઓને ઉત્પાદક મનુષ્યને અશુભ વિચાર છે.
પશુઓ અને મનુષ્યમાં એક મોટે ભેદ છે. પશુઓ અમુક સમયે જ પિતાની આ વૃત્તિને અમલમાં મૂકે છે, પણ મનુષ્યને વિશેષ બુદ્ધિબળ મળેલું હોવાથી તે તેનો ઉપયોગ તેમજ દુરુપયેગ કરી શકે છે. જે મનુષ્ય પોતાના વિચારોવડે ઉચ્ચમાં ઉચ્ચ પ્રદેશમાં વિચારી શકે છે તે જ મનુષ્ય પોતાના હલકા પ્રકારના વિચારોથી પશુ કરતાં પણ હલકી સ્થિતિએ જઈ પહોંચે છે. તે વૃત્તિનો તેમજ તે વૃત્તિના ઉપભેગથી મળનાર સુખને વારંવાર વિચાર કરવાથી મનુષ્ય એવા પ્રકારના ભૂતને જગાડે છે કે જે ભૂત તેનો નાશ કરતાં સુધી તેને જપીને બેસવા દેતો નથી, માટે પ્રથમ તે તે સંબંધીના વિચારોને સુધારવાની જરૂર છે. પણ આ વિચાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com