________________
મૈથુનવિરમણ
રોને બદલાવવાનું કામ આરંભમાં ઘણું કઠણ છે. શરૂઆતમાં જે તે સંબંધી વિચાર આવે કે તરત મનને બીજા વિષય ભણે દરવું. એક જાપાનીસ કહેવત છે કે –
“We cannot prevent the birds of evil from flying over our heads, but we need not allow them to build their nests in our hair.”
આપણે અશુભના પક્ષીઓને આપણું માથા પર ઊડતા અટકાવી શકીએ નહિ, પણ આપણે તેમને આપણા વાળમાં માળે તો ન બાંધવા દઈએ.
કામ કઠિન છે, પણ જે એક મનુષ્ય કરી શકો તે બીજાઓ પણ કરી શકે.
આ વાતે ઉત્તમ ઉપાય એ છે કે તે અશુભ વિચારની સામે નહિ થતાં મનને બીજા કોઈ વિષય ભણું વાળવું, અને જે આ બીજે વિષય આપણને રુચિકર હોય તે વિશેષ સારુ. મન ત્યાં સ્થિર થવા માંડશે એટલે આ વિષયવૃત્તિમાં વેગ એ છે થવા લાગશે, પણ આ કામ તરત જ થવું જોઈએ. તે બાબતમાં જરા પણ ડગમગતી સ્થિતિ કે અનિશ્ચય ન હવે જોઈએ. તે મનુષ્ય પિતાની શાંત પળોમાં જે નિશ્ચય કરવા એગ્ય હોય તે કરવા જોઈએ. પણ હવે તે પિતાના દઢ નિશ્ચય પ્રમાણે વર્તવું. આ પ્રમાણે લાંબો સમય વર્તવાથી તે વિષયવાસનાના પક્ષીઓ તેના માથા પર માળે, તે નહિ બાંધે, એટલું જ નહિ પણ તેની આસપાસ ઊડવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com