________________
પવિત્રતાને પંથે
મ્યુનીસીપાલીટીની જકાત અથવા વ્યાજબી ઈન્કમટેક્ષ ન આપવો તે પણ અદત્તાદાન છે.
જે મનુષ્ય આ અવગુણથી–દોષથી મુક્ત રહે છે તે માર્ગાનુસારીપણાને લાયક બને છે. કારણ કે કોઈ પણ જીવ શ્રાવકધર્મને એગ્ય થાય, તે તેમાં જે ૩૫ ગુણેની આવશ્યકતા છે, તેમાં પ્રથમ ગુણ જ થાયરંપવિમવ છે, અર્થાત્ ધર્મના માર્ગને લાયક થવા ઈચ્છનારે ન્યાયથી જ ધન પેદા કરવું જોઈએ.
જે મનુષ્ય ન્યાયનીતિથી ધન પેદા કરે છે તેનું મન સદા સંતોષમાં રહે છે. પિતે કોઈને પણ અન્યાય કર્યો નથી અથવા કોઈને છેતર્યો નથી, એ ભાવનાથી મનમાં જે શાન્તિ રહે છે તે અવર્ણનીય હોય છે. જ્યારે કેઈપણ મનુષ્યની અથવા પેઢીની સાખ બંધાઈ જાય છે, કે આ મનુષ્ય કે આ પેઢી જે એગ્ય હશે તે જ કિમત લેશે, તે તે મનુષ્ય કે પેઢીને માલ ઘણે ખપે છે, કારણ કે વ્યાપારને મોટો આધાર સાખ, આબરૂ, પ્રતિષ્ઠા ( Credit) ઉપર રહેલો છે. જે મનુષ્ય કેઈની નોકરી કરતો હોય તે મનુષ્ય પિતાના વર્તનથી એમ સાબિત કરી આપે કે તેને પિતાને પગાર ઉપરાંત હરામની અથવા અન્યાયની એક પાઈ પણ ન ખપે, તો તેના શેઠને તેના પર અત્યંત વિશ્વાસ બેસે છે. તે તેને પોતાની પેઢી પરગામ હોય તે ત્યાં વધારે પગાર મોકલી શકે છે. વધારે પગાર આપવાનું એક મોટું કારણ એ હોય છે કે તે શેઠને તેના પર દેખરેખ રાખવી પડતી. નથી. દરેક ખાતામાં ઈન્સ્પેકટર રાખવા પડે છે અને તેમના ભારે પગાર આપવા પડે છે, તેનું કારણ એ જ કે હાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com