________________
પ્રકરણ ૨ જી.
મૃષાવાદવિરમણુ. આખું વિશ્વ સત્યથી ચાલે છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ પિતાની ગતિમાં ચાલ્યા કરે છે તે પણ સત્યવડે જ. ભેગસૂત્રના રચનાર મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે સત્યપ્રતિષ્ઠા હવનવિધિ જ્યારે મનુષ્યમાં સત્ય પૂર્ણ રીતે સિદ્ધ થાય છે ત્યારે તે મનુષ્યને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે અર્થાત તે જે કંઈ બોલે છે તે પ્રમાણે થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે
“પૂછયા સિવાય પોતે બોલવું નહિ અને પૂછે ત્યારે અસત્ય બોલવું નહિ.” Truth in the purity of speechસત્ય એ વાણીની પવિત્રતા છે પણ મનુષ્યો ક્રોધથી, લોભથી, કપટથી, અહંકારથી, ભયથી, હાસ્યથી અથવા સ્વાર્થથી કે પિતાના દોષે છુપાવવા માટે અસત્ય બોલે છે. પવિત્ર આચારવિચારવાળા મનુષ્ય પણ આ અસત્યના પાશથી સર્વથા મુક્ત હોતા નથી. ગરીબ તેમજ તાવંત, ગૃહસ્થ તેમજ સાધુ, પુરુષ કે સ્ત્રી, બાળક કે વૃદ્ધ-આ સર્વમાં સંપૂર્ણ સત્ય બોલનાર ભાગ્યેજ જડી આવે છે. જેવું મનમાં હોય તેવું જ વચનમાં બોલનાર પુરુષ યા સ્ત્રી વિરલ હોય છે. આમ કહેવું તે જગતને અન્યાય આપવા જેવું લાગે, પણ અનુભવથી આ વાતની સત્યતા જણાઈ આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com