________________
૧૮
પવિત્રતાને પંથે
આ સત્યવાદી પુરુષ બેધડક પિતાના પૂર્ણ જોશથી પિતાની વાત રજા કરે છે, કારણ કે તેને પોતાના સત્ય પર પૂર્ણ વિશ્વાસ હોય છે, પણ આ બધા વ્યાવહારિક લાભ ઉપરાંત કેટલાક આધ્યાત્મિક લાભ પણ થાય છે. પ્રથમ તે તેના આત્માને અપાર સંતોષ થાય છે. મનુષ્ય જ્યારે રાત્રે પોતાના કાર્યનું નિરીક્ષણ કરવા બેસે અને પિતાના અંત:કરણ સાથે એમ કહી શકે કે-હું આજે કોઈ પણ બાબતમાં અસત્ય બોલ્યો નથી, અથવા મારા વચનથી મેં કેઈને પણ ઊંધું સમજવાને અવકાશ આપે નથી, તે તે મનુષ્યને કેટલે સંતોષ થતા હશે તેને ખ્યાલ કરે, અને તે આત્મસંતોષ તમે પણ શા સારુ પ્રાપ્ત ન કરી શકો તે વિચારો. વળી નિરંતર સત્ય વિચાર કરવાથી અને સત્ય બોલવાથી મનુષ્યને એક ધોરણ મળે છે, કે જે વડે તે અનેક અસત્ય બાબતેમાંથી, જેમ અનેક ખોટા કાચના કકડામાંથી ઝવેરી ખરા હીરાને પારખી શકે છે તેમ, સત્યને પારખી શકે છે. તે મનુષ્ય તેનાં વચનની કિંમત આંકી શકે છે, અને તેથી તેને છેતરાવાનો ભય રહેતું નથી. તેને આત્મા સત્યના તેજથી પ્રકાશે છે અને કેટલીક વાર તે મનુષ્ય તેની પાસે અસત્ય બોલતાં થરથરે છે.
વળી સત્યનું આયુષ્ય બહુ લાંબું હોય છે. અસત્ય થોડો સમય કદાચ ફાવે, પણ તેનું આયુષ્ય બહુ અલ્પ હોય છે. સત્ય તે ખડક જેવું હોય છે. તેના પર પ્રચંડ જળકલ્લોલ અથડાય છતાં તે ટકી શકે છે, માટે આત્મહિતાથી મનુષ્ય સત્યનું મહત્વ વિચારી સત્ય બેલવાને અભ્યાસ પાડ જઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com