________________
મૃષાવાદવિરમણ કિંમતી ગણે છે. મનુષ્ય ધારે તો સર્વાંગસંપૂર્ણ સત્ય બેલી શકે, પણ તેને વાસ્તે ભેગ આપવા તેણે તૈયાર રહેવું જોઈએ. હરિશ્ચંદ્ર સત્યવાદી રહી શક્યા, કારણ કે પોતે આપેલા વચનને ખાતર ભેગ આપવાને તત્પર હતા. આજે હજારો વર્ષે તેમનું નામ આપણું જીભ પર તરી આવે છે. ધર્મરાજ કહેવાતા યુધિષ્ઠિર અને પ્રસંગે અશ્વત્થામા મરાયા તે ઊંચા સ્વરે બોલ્યા નૉ વા નૉ વા-એટલે તે મનુષ્ય હાય કે હાથી હાય-એટલું ધીમેથી બેલ્યા. તરત જ તેમનો રથ જે પૃથ્વી પર ચાલતો હતો તેનું એક ચક્ર ભૂમિમાં પેસી ગયું. • તે સત્યવાદી જીવે અસત્ય કહ્યું પણ તરત જ તેના અંત:કરણે ડંખ દીધો. અંતઃકરણરૂપી ઝગઝગતી તરવારે તેના મર્મસ્થળને લેવું. આ સ્થળે કઈ પ્રશ્ન કરે કે આપણને કેમ એકદમ અસર થતી નથી ? કારણ એ જ કે ઉજળે લુગડે ડાઘ લાગે. ઉજળી ભીંત પર કાળું ધાબું તરત દેખાય, પણ
જ્યાં બધું કાળું હોય ત્યાં જરાક કાળાશને ઉમેરે થાય તે તે શી રીતે જણાય ? જેણે વ્રત લીધાં હોય તેને અતિચાર લાગે, પણ જે સદા અવિરતિપણામાં રમણ કરતા હોય તેને પાપથી પાછા હઠવાનો વિચાર જ કયાંથી સૂઝે?
અસત્યના કેટલાક ગેરલાભ આપણે વિચાર્યા, તે જ રીતે સત્યના લાભ પણ વિચારવા જરૂરના છે. સત્યથી લેકેને આપણા પ્રત્યે વિશ્વાસ બેસે છે, માનપ્રતિષ્ઠા વધે છે, વ્યાપાર રોજગાર પણ તે સાખ–આબરૂને લીધે સારે ચાલે છે. સત્યવાદી મનુષ્યમાં સત્યથી એક પ્રકારનું બળ આવે છે. અસત્ય બોલનારા અચકાતા અચકાતા બોલે છે ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com