________________
પ્રાણાતિપાત વિરમણ સારી રીતે બોલાવી જોઈએ, તે અન્યાયયુક્ત નહિ પણ ન્યાયયુક્ત હોવી જોઈએ, તે અપ્રિય નહિ પણ પ્રિય હેવી જોઈએ, તે અસત્ય નહિ પણ સત્ય હેવી જોઈએ. જે વાણી પિતાને પશ્ચાત્તાપ ઉપજાવતી નથી તેવી વાણીને જ ઉચ્ચાર કરવો લાભદાયક છે.
મનુષ્ય, શરીરથી હિંસા ન કરે, વચનથી પણ કોઈને નુકસાન ન કરે, છતાં જે તેના મનમાં બીજાનું અશુભ કરવાની વૃત્તિ હોય તો તે મનવડે પણ હિંસા કરે છે. | મનથી પાપકર્મ બંધાય છે અને મનથી પાપકર્મ છૂટે છે, તેના પર પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાન્ત જૈન આલમને સુવિદિત છે. પિતાના મનના શુભ ભાવવડે તે સ્વર્ગપ્રાપ્તિને યોગ્ય થયા, મનના અશુભ પરિણામવડે બીજાઓને મારવાની પ્રબળ ઈચ્છા કરવાથી નરકના દુ:ખ ભેગવવાને પાત્ર બન્યા અને થોડા જ સમયમાં તે અશુભ વિચારોને દૂર ફેંકી દઈ પિતાની ખરી સ્થિતિનું ભાન લાવી આત્મસ્વરૂપનો વિચાર કરતાં કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કરવા સમર્થ થયા. આ ત્રણે સ્થિતિમાં મન એ જ મોટું કારણ છે, માટે મનથી બીજાનું અશુભ ચિંતવવું, બીજાને દુઃખ થાય એવી ભાવના ભાવવી એ પણ હિસા છે; કારણકે મને મળ્યા જાળ નો ! “ મન એ જ મનુષ્યોને બંધ અને મોક્ષનું કારણ છે.” વળી આ સ્થળે એ પણ વિચારવા જેવું છે કે જે મનમાં હોય તે બહાર આવ્યા વિના રહેતું નથી. દરેક કાર્યને પિતા વિચાર છે. વિચાર ઘટ્ટ થતાં તે કાર્યરૂપે પરિણમે છે, માટે જે મનુષ્યના હૃદયમાં બીજાનું બૂરું કરવાની ભાવના હશે, તે મનુષ્ય વહેલું કે મેડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com