________________
૧૨
પવિત્રતાને પંથે
બીજાને નુકસાન કર્યા વિના રહેનાર નથી માટે આત્માથીએ સર્વનું શુભ ચિંતવવું. બૃહશાન્તિમાં કહ્યા પ્રમાણે સદા એવી ભાવના ભાવવી કે – शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखिनो भवन्तु लोकाः॥
સર્વ જગતનું કલ્યાણ થાઓ, લેકે પારકાના હિતમાં તત્પર બને, તેમના દોષો નાશ પામે અને સર્વ સ્થળે લોકો સુખી થાઓ.’
વંદિત્તા સૂત્રમાં પણ આપણે પ્રતિદિન બેલીએ છીએ કેखामेमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे। मित्ति मे सव्वभूएसु, वे मज्झं न केणइ ।।
“હું સવ ને ક્ષમા આપું છું, સર્વ જી મને ક્ષમા આપ. મારે સર્વ સાથે મૈત્રી છે, મારે કોઈ સાથે વેર નથી.” માટે હિંસાના પાપથી વિમુખ થઈ મનુષ્ય અહિંસા ધર્મને આશ્રય લે. શ્રી જ્ઞાનાવમાં કહ્યું છે કે –
तन्नास्ति जीवलोके, जिनेन्द्रदेवेन्द्रचक्रकल्याणम् । यत् प्राप्नुवन्ति मनुजा, न जीवरक्षानुरागेण ।।
આ જગતમાં જીવરક્ષા પર પ્રેમ રાખવાથી મનુષ્ય સમસ્ત કલ્યાણકારી પદ પ્રાપ્ત કરે છે. તીર્થકર, દેવેન્દ્ર અને ચક્રવતત્વ જેવું એક પણ પદ નથી કે જે દયાવાન(અહિંસક)ને ન મળે, માટે પોતાની આત્મશક્તિ પ્રગટ કરવાવાળા દરેક જીવે શરીરથી, વચનથી અને મનથી કેઈ પણ જીવને દુઃખ ન થાય તેવી રીતે વર્તન કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com