________________
14
“ના હમ કરતા, ના હમ કરણી...' નેતિ-નેતિનો લય એટલા માટે ઘૂંટવો જરૂરી છે કે એ દ્વારા કથન-શ્રવણ ને પેલે પાર રહેલ તત્ત્વની ઝાંખી થઈ શકે. ‘કહન સુનન કો કછુ નહિ...’ પણ અનુભવનની દુનિયામાં તો ઘણું બધું છે.
નેતિ-નેતિનો લય. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા તેમ ડુંગળીનાં ફોતરાં કાઢવાની વાત. બહુ મોહક રીતે આ વાત અહીં કહેવાઈ છે :
ના હમ મનસા ના હમ શબદા, ના હમ તન કી ધરણી;
ના હમ ભેખ ભેખધર નાહિ, ના હમ કરતા કરણી....
ના હમ દરસન, ના હમ પરસન, રસ ન ગંધ કછુ નાહિ;
આનંદઘન ચેતન મય મૂરત... (પદ ૨૯/૩-૪)
પહેલી જ છલાંગે નિર્વિકલ્પતા. ‘ના હમ મનસા, ના હમ શબદા’ વિચાર અને શબ્દ તો પૌદ્ગલિક ઘટના છે. હું છું ચિન્મય. વિચાર મારું સ્વરૂપ નહિ. શબ્દ મારું સ્વરૂપ નહિ...
બીજું ચરણ છે દેહાધ્યાસ મુક્તિનું. ‘ના હમ તન કી ધરણી...’ આનંદઘનીય શબ્દોમાં દેહાદિકનો સાખીઘર' છે સાધક. શરીર ખાઈ રહ્યું છે, સાધક એને જોઈ રહ્યો છે. તમે છો માત્ર દ્રષ્ટા.
ત્રીજું ચરણ નિશ્ર્ચયના. આકાશમાં સાધકને કુદાવે છે. હું છું માત્ર જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય આત્મા. આ ચારિત્ર છે નિજગુણ સ્થિરતા. પૂજ્ય પદ્મવિજય મહારાજ યાદ આવે :
‘પરિષહસહનાદિક પરકારા, એ સબ હૈ વ્યવહારા; નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા...'
પરિષહોને સહેવા એ વ્યવહાર ચારિત્ર. નિજગુણોમાં સ્થિરતા તે નિશ્ચય ચારિત્ર. ‘ન હમ ભેખ (વેષ), ભેખધર નાહિ...’ શબ્દો દ્વારા સાધકનો પગ નિશ્ચય ચારિત્રની ભૂમિકાને સ્પર્ણો છે. પ્રભુનો વેષ, નિ:શંક, અદ્ભુત વસ્તુ