________________ 41 પ્રકૃતિઓના ઉદય-ઉદીરણામાં ભેદ (8) મનુષ્યાયુષ્ય :- ૧લા ગુણઠાણાથી ૬ઠ્ઠા ગુણઠાણા સુધીના મનુષ્યોને સ્વભાવની ચરમાવલિકામાં અને ૭મા ગુણઠાણાથી ૧૪માં ગુણઠાણા સુધીના મનુષ્યોને મનુષ્યાયુષ્યનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. ૧લા ગુણઠાણાથી ૬ઠ્ઠા ગુણઠાણા સુધીના મનુષ્યોને સ્વભાવની ચરમાવલિકા સિવાય મનુષ્પાયુષ્યના ઉદય-ઉદીરણા સાથે હોય. પંચસંગ્રહ ઉદયાધિકારની ગાથા 100 ની બન્ને ટીકાઓમાં પાના નં. 26 1 ઉપર કહ્યું છે કે, “મનુષ્પાયુષ્યનો ૭મા વગેરે ગુણઠાણે રહેલા જીવોને દેશોનપૂર્વક્રોડવર્ષ સુધી માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય, અન્યત્ર ઉદય-ઉદીરણા સાથે હોય. આ દેશોનપૂર્વકોડવર્ષનો કાળ ૧૩માં ગુણઠાણાની અપેક્ષાએ જાણવો, કેમકે બાકીના બધા ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત છે. મનુષ્યાયુષ્યની ઉદીરણા સંક્લિષ્ટ અધ્યવસાયથી થાય છે. ૭મા વગેરે ગુણઠાણે વિશુદ્ધ અધ્યવસાયો હોય છે. તેથી ૭મા વગેરે ગુણઠાણે મનુષ્યાયુષ્યની ઉદીરણા થતી નથી.” (9) સાતા, અસાતા = 2 :- ૭મા ગુણઠાણાથી ૧૪માં ગુણઠાણા સુધીના જીવોને આ પ્રકૃતિઓનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. ૧લા ગુણઠાણાથી ૬ઢા ગુણઠાણા સુધી આ પ્રકૃતિઓના ઉદય-ઉદીરણા સાથે હોય. પંચસંગ્રહના ઉદયાધિકારની ગાથા 100 ની બન્ને ટીકાઓમાં પાના નં. 261 ઉપર કહ્યું છે કે, “સાતા-અસાતાનો ૭મા વગેરે ગુણઠાણે રહેલા જીવોને દેશોનપૂર્વક્રોડવર્ષ સુધી માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય, અન્યત્ર ઉદય-ઉદીરણા સાથે હોય. આ દેશોનપૂર્વક્રોડવર્ષનો કાળ ૧૩માં ગુણઠાણાની અપેક્ષાએ જાણવો, કેમકે બાકીના બધા ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત