________________ 71 પુરુષવેદના પ્રદેશસત્તાસ્થાનો બીજુ પ્રદેશસત્તાસ્થાન મળે છે, 2 પરમાણુ ઉમેરતા ત્રીજુ પ્રદેશસત્તાસ્થાન મળે છે. એમ 1-1 પરમાણુની વૃદ્ધિથી ગુણિતકર્માશ જીવના તે સમયના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી વિવિધ જીવોની અપેક્ષાએ અનંત પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું એક સ્પર્ધક છે. નપુંસકવેદની બીજી સ્થિતિના ચરમ સ્થિતિખંડના ચરમ સમયે (એટલે કે પ્રથમસ્થિતિના દ્વિચરમ સમયે) પહેલી સ્થિતિ - બીજી સ્થિતિના બધા દલિકોના સર્વજઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી માંડીને ગુણિતકર્માશના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી યથોત્તરવૃદ્ધિથી નિરંતર પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું બીજુ સ્પર્ધક છે. આમ નપુંસકવેદના પ્રદેશસત્તાસ્થાનોના 2 સ્પર્ધકો છે. સ્ત્રીવેદના પ્રદેશસત્તાસ્થાનોના પણ આ જ રીતે 2 સ્પર્ધકો અથવા નપુંસકવેદ-સ્ત્રીવેદના પ્રદેશસત્તાસ્થાનોના 2 સ્પર્ધકો આ પ્રમાણે છે - જયાં સુધી પ્રથમ સ્થિતિ અને બીજી સ્થિતિ હોય છે ત્યાં સુધી પ્રદેશસત્તાસ્થાનોનું એક સ્પર્ધક મળે છે. બીજી સ્થિતિનો ક્ષય થયા પછી પ્રથમસ્થિતિ માત્ર 1 સમયની બાકી હોય ત્યારે પ્રદેશસત્તાસ્થાનોનું બીજુ સ્પર્ધક મળે છે. આમ નપુંસકવેદ-સ્ત્રીવેદના પ્રદેશસત્તાસ્થાનોના 2 સ્પર્ધકો છે. (4) પુરુષવેદ :- પુરુષવેદના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો ર આવલિકાના સમયો જેટલા છે. પુરુષવેદના ઉદયના ચરમ સમયના જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી માંડીને ગુણિતકર્માશના તે સમયના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી વિવિધ જીવોની અપેક્ષાએ 1-1 પરમાણુની વૃદ્ધિવાળા નિરંતર અનંત પ્રદેશસત્તાસ્થાનો છે. તે બધા પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક છે.