________________ 70 સ્ત્રીવેદ-નપુંસકવેદના પ્રદેશસત્તાસ્થાનો તેથી સંજવલન ૩ના પ્રદેશસત્તાસ્થાનોના કુલ સ્પર્ધકો 1 આવલિકા + 2 સમયજૂન 1 આવલિકાના સમય પ્રમાણ છે. અહીં 2 સમયગૂન 1 આવલિકાના સમય પ્રમાણ પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો જે કહ્યા તેમાં દરેક સ્પર્ધકમાં બે સત્તાસ્થાનો વચ્ચે આંતરુ છે, એટલે કે આ આંતરાવાળા સત્તાસ્થાનોના સ્પર્ધકો છે, કેમકે કોઈપણ યોગસ્થાન વડે બંધાયેલા દલિકો કરતા ત્યારપછીના યોગસ્થાન વડે બંધાયેલા દલિકોમાં એક સ્કંધ વધુ ન હોય, પણ ઘણા સ્કંધો વધુ હોય છે. તેથી બંધાવલિકા વીત્યા બાદ જયારે તેમને સંક્રમાવે ત્યારે ચરમ સમયે જે પ્રદેશસત્તાસ્થાનો મળે તે આંતરાવાળા હોય છે. આ પ્રદેશસત્તાસ્થાનોના 2 સમયગૂન 1 આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકોમાં 2 સમયગૂન 1 આવલિકાના સભ્યોને કુલ યોગસ્થાનોથી ગુણતા જે આવે તેટલા પ્રદેશસત્તાસ્થાનો છે. (3) સ્ત્રીવેદ, નપુંસકવેદ - 2 :- આ પ્રકૃતિના પ્રદેશસત્તાસ્થાનોના બે સ્પર્ધકો છે. નપુંસકવેદની અભવ્યયોગ્ય જઘન્ય પ્રદેશસત્તાવાળો જીવ ત્રસમાં ઉત્પન્ન થઈ અનેકવાર દેશવિરતિ અને સર્વવિરતિ પામે. પછી તે ચાર વાર ઉપશમશ્રેણિ માંડે. પછી તે સાધિક 132 સાગરોપમ સુધી સમ્યકત્વ પાળી નપુંસકવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડે. તે નપુંસકવેદની પ્રથમ સ્થિતિના દ્વિચરમ સમયે નપુંસકવેદના બીજી સ્થિતિના બધા દલિકો પરપ્રકૃતિમાં સંક્રમાવી દે છે. તેને નપુંસકવેદની પ્રથમસ્થિતિના ચરમ સમયે નપુંસકવેદના માત્ર 1 સમયના દલિકોની પ્રદેશસત્તા હોય છે. તે સમયે સર્વજઘન્ય પ્રદેશસત્તા તે પહેલું પ્રદેશસત્તાસ્થાન છે. તેમાં 1 પરમાણુ ઉમેરતા