________________ સિદ્ધિગમન 16 7 છે. ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે સાતા/અસાતા, મનુષ્ય 3, પંચેન્દ્રિયજાતિ, જિન, ત્રસ 3, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર = 13 પ્રકૃતિઓનો ક્ષય થાય છે. મતાંતરે ૧૪માં ગુણઠાણાના ઢિચરમ સમયે મનુષ્યાનુપૂર્વી સહિત 73 પ્રકૃતિઓનો ક્ષય થાય છે અને ચરમ સમયે શેષ 12 પ્રકૃતિઓનો ક્ષય થાય છે. (33) ત્યાર પછીના સમયે જીવ કર્મબંધના મોક્ષરૂપ સહકારીથી ઉત્પન્ન થયેલ સ્વભાવવિશેષથી અસ્પૃશગતિથી ઊર્ધ્વલોકને અંતે જાય છે. ત્યાં તે પરમાનંદમય સિદ્ધ ભગવંત શાશ્વતકાળ સુધી રહે છે. ક્ષપકશ્રેણિના સૂક્ષ્મતમ અને વિસ્તારપૂર્ણ જ્ઞાન માટે જુઓ અમે લખેલ “ઉપશમનાકરણ (ભાગ 2), ક્ષપકશ્રેણિ અર્થાધિકાર અને પશ્ચિમસ્કંધ અધિકાર, વિસ્તૃત ગુજરાતી વિવેચન'. આમ આ ગ્રંથનો અભ્યાસ કરી જીવો સંયમમાં ઉદ્યમ કરી મોક્ષે જાય છે. તેથી બુદ્ધિમાનોએ આ પ્રકરણનો નિરંતર અભ્યાસ કરવો. આ પ્રકરણનો અભ્યાસ કરીને તેમણે યથાશક્તિ સંયમમાર્ગમાં પ્રવર્તવું અને સંક્લિષ્ટ અધ્યવસાયોને દૂર કરવા યત્ન કરવો. આ સંપૂર્ણ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ દઉં છું. કર્મપ્રકૃતિ પદાર્થસંગ્રહ સમાપ્ત