________________ 196 સુભાષિતો गुणसुट्ठियस्स वयणं, घयपरिसित्तुव्व पावओ भाइ / गुणहीणस्स न सोहइ, नेहविहूणो जह पईवो // - બૃહત્કલ્પભાષ્ય 245 ગુણવાન વ્યક્તિનું વચન ઘીથી સીંચાયેલા અગ્નિની જેમ તેજસ્વી હોય છે. ગુણહીન વ્યક્તિનું વચન તેલ વિનાના દીવાની જેમ શોભતું નથી. लद्धे पिंडे अलद्धे वा, णाणुतप्पेज्ज संजए / - ઉત્તરાધ્યયનસૂત્ર ર૩૦ આહાર મળે કે ન મળે, તો પણ સંયત ખેદ ન કરે. સંવર્ય નીવિર્ય માં પાયા -ઉત્તરાધ્યયનસૂત્ર 4/1 તુટેલું જીવન ફરી સંધાતું નથી. માટે પ્રમાદ ન કરવો. * सुअइ सुअंतस्स सुअं, संकिअखलिअं भवे पमत्तस्स / जागरमाणस्स सुअं, थिरपरिचियमप्पमत्तस्स // - નિશીથભાષ્ય 5304 સુઈ જનારાનું શ્રુતજ્ઞાન સુઈ જાય છે. પ્રમાદીનું શ્રુતજ્ઞાન શકિત અને અલિત થાય છે. જાગનારા અને અપ્રમત્તનું શ્રુતજ્ઞાન સ્થિર અને પરિચિત થાય છે. શાસ્ત્ર સર્વાર્થસાધનમ્ | - યોગબિન્દુ 225 શાસ્ત્ર બધા પ્રયોજનોનું સાધક છે. ના/મો મળ્યુહ અસ્થિ -આચારાંગ 14/2/131 મૃત્યુમુખ ન આવે એવું નથી. ને દૂવનંતિ રાતિગો - સૂત્રકૃત્રાંગ 1/2 1/1 વીતેલી રાતો ફરી આવતી નથી.