Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 215
________________ 194 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ બંધ, ઉદીરણા, સંક્રમ, સત્તા, ઉદયના પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશને આશ્રયીને જઘન્ય વગેરે (જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ, અનુકષ્ટ) વડે સંવેધ જાણવો. (54) करणोदयसंतविऊ, तन्निज्जरकरणसंजमुज्जोगा / कम्मट्ठगुदयनिट्ठा-जणियमणिटुं सुहमुवेंति // 55 // આઠ કરણ, ઉદય અને સત્તાને જાણનારા જીવો તેમની નિર્જરા કરવા માટે સંયમમાં ઉદ્યમ કરીને આઠ કર્મોને બંધ-ઉદયસત્તાના ક્ષયથી ઉત્પન્ન થયેલ અનંત સુખને પામે છે. (55) इय कम्मप्पगडीओ, जहासुयं णीयमप्पमइणा वि / सोहिय णाभोगकयं, कहंतु वरदिट्ठिवायन्नू // 56 // આ પ્રમાણે અલ્પબુદ્ધિવાળા એવા પણ મેં જે રીતે ગુરુદેવ પાસે સાંભળ્યું તે પ્રમાણે કર્મપ્રકૃતિ પ્રાભૃતમાંથી કાઢીને આ પ્રકરણ રચ્યું. બુદ્ધિના શ્રેષ્ઠ અતિશયવાળા દષ્ટિવાદને જાણનારા વિદ્વાનો આ પ્રકરણમાં અનાભોગથી થયેલી ભૂલને દૂર કરીને કહો. (56) जस्स वरसासणावयव-फरिसपविकसियविमलमइकिरणा / विमलेंति कम्ममइले, सो मे सरणं महावीरो // 57 // જેમના શ્રેષ્ઠ શાસનના અવયવના સ્પર્શથી વિકસિત થયેલા નિર્મળ મતિરૂપી કિરણો કર્મથી મલિન જીવોને નિર્મળ કરે છે તે શ્રીમહાવીરસ્વામી ભગવાન મારે શરણરૂપ છે. (57) કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ સમાપ્ત જેટલા અંશે સંયમ છે, એટલા અંશે આબાદી છે. જેટલા અંશે અસંયમ છે, એટલા અંશે બરબાદી છે.

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218