Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 214
________________ કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ 193 संभवतो ठाणा, कम्मपएसेहिं होंति नेयाइं / करणेसु य उदयम्मि य, अणुमाणेणेवमेएणं // 50 // આ જ રીતે આઠ કરણો અને ઉદયમાં સંભવને આશ્રયીને કર્મપ્રદેશોના પ્રદેશસત્તાસ્થાનો જાણવા. (50) करणोदयसंताणं, पगइट्ठाणेसु सेसयतिगे य / भूयक्कारप्पयरो, अवढिओ तह अवत्तव्वो // 51 // આઠ કરણ, ઉદય, સત્તાના પ્રકૃતિસ્થાનોમાં અને શેષ ત્રણ (સ્થિતિ, રસ, પ્રદેશ)માં ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય જાણવા. (51) एगादहिगे पढमो, एगाईऊणगम्मि बिइओ उ / तत्तियमेत्तो तईओ, पढमे समये अवत्तव्वो // 52 // એક વગેરે પ્રકૃતિ વગેરેના બંધ વગેરે અધિક થાય તે પહેલો ભૂયસ્કાર છે. એક વગેરે પ્રકૃતિ વગેરેના બંધ વગેરે ન્યૂન થાય તે બીજો અલ્પતર છે. તેટલી જ પ્રકૃતિ વગેરેના બંધ વગેરે થાય તે ત્રીજો અવસ્થિત છે. પ્રકૃતિ વગેરેના બંધ વગેરેનો સર્વથા અભાવ થયા પછી પહેલા સમયે ફરી થાય તે અવક્તવ્ય છે. (52) करणोदयसंताणं, सामित्तोघेहिं सेसगं नेयं / गईयाइमग्गणासुं, संभवओ सुगु आगमिय // 53 // આઠ કરણો, ઉદય અને સત્તાનું ઓઘથી સ્વામિત્વ કહ્યું છે. સારી રીતે વિચારીને ગતિ વગેરે માર્ગણાઓને વિષે શેષ સ્વામિત્વ પણ યથાસંભવ જાણવું. (53). बंधोदीरणसंकम-संतुदयाणं जहन्नगाईहिं / संवेहो पगइठिई-अणुभागपएसओ नेओ // 54 //

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218