________________ કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ 191 અલ્પકાળ બાંધીને સૂક્ષ્મ ત્રસ (તેઉકાય-વાયુકાય)માં જઈ લાંબાકાળની ઉલના કરતા 1 સ્થિતિ બાકી હોય ત્યારે તેમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. જિનનામકર્મને અલ્પકાળ બાંધીને લાંબાકાળ સુધી ભોગવીને ચરમ સમયે તેની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. આહારક ૭ને અલ્પકાળ બાંધીને તેની લાંબા કાળની ઉઠ્ઠલના કરીને 1 સ્થિતિ બાકી હોય ત્યારે તેની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. (43) चरमावलियपविट्ठा, गुणसेढी जासिमत्थि न य उदओ। आवलिगासमयसमा, तासिं खलु फड्डगाइं तु // 44 // જે પ્રકૃતિની ગુણશ્રેણિ ચરમાવલિકામાં પ્રવેશેલી હોય અને તેમનો ઉદય ન હોય તે પ્રકૃતિઓ (થિણદ્ધિ 3, મિથ્યાત્વમોહનીય, પહેલા 12 કષાય, નરક 2, તિર્યંચ 2, જાતિ 4, આતપ 2, સ્થાવર 2, સાધારણ = ર૯)ના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો 1 આવલિકાના સમય જેટલા છે. (44) संजलणतिगे चेवं, अहिगाणि य आलिगाए समएहिं / दुसमयहीणेहिं गुणाणि, जोगट्ठाणाणि कसिणाणि // 45 // સંજવલન ત્રણના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો પણ એ પ્રમાણે જાણવા. તેમના પ્રદેશસત્તાસ્થાનોના કુલ સ્પર્ધકો 2 સમયજૂન 1 આવલિકાના સમયથી ગુણાયેલા યોગસ્થાનો જેટલા અધિક છે. (45) वेएसु फड्डगदुर्ग, अहिगा पुरिसस्स बे उ आवलिया / दुसमयहीणा गुणिया, जोगट्ठाणेहिं कसिणेहिं // 46 // વેદ ૩માં પ્રદેશસત્તાસ્થાનોના 2 સ્પર્ધકો છે. પુરુષવેદના પ્રદેશસત્તાસ્થાનોના કુલ સ્પર્ધકો 2 સમયજૂન 2 આવલિકાના સમયો વડે ગુણાયેલા બધા યોગસ્થાનો જેટલા અધિક છે. (46)