________________ 189 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ धुवबंधीण सुभाणं, सुभथिराणं च नवरि सिग्घयरं / तित्थगराहारगतणू, तेत्तीसुदही चिरचिया य // 37 // શુભ ધ્રુવબંધી પ્રકૃતિઓ (તેજસ 7, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, નિર્માણ = 20) અને શુભ-સ્થિરની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ઉપર કહ્યા પ્રમાણે જ જણાવી, પણ તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી શીઘ્રક્ષપક જાણવો. જિનનામકર્મને 33 સાગરોપમ + બે પૂર્વક્રોડવર્ષ સુધી બંધથી પુષ્ટ કરીને પોતાના બંધને અંતે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. આહારક ૭ને લાંબા કાળ (દેશોનપૂર્વકોડવર્ષ સુધી) બંધથી પુષ્ટ કરીને પોતાના બંધને અંતે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (37) तुल्ला नपुंसवेएणे-गिदिए य, थावरायवुज्जोया / विगलसुहुमतियावि य, नरतिरियचिरज्जिया होति // 38 // એકેન્દ્રિય, સ્થાવર, આતપ, ઉદ્યોતના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી નપુંસકવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામીની સમાન છે. વિકલેન્દ્રિય 3 અને સૂક્ષ્મ 3 ને મનુષ્ય અને તિર્યંચના ભવોમાં લાંબા કાળ (પૂર્વક્રોડવર્ણપૃથક્વે) સુધી અર્જિત કરીને પોતાના બંધને અંતે તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (38) खवियंसयम्मि पगयं, जहन्नगे नियगसंतकम्मंते / खणसंजोइयसंजोयणाण, चिरसम्मकालंते // 39 // જઘન્ય પ્રદેશસત્તાના સ્વામિત્વમાં ક્ષપિતકર્માશ જીવનો અધિકાર છે. બધા કર્મોની જઘન્ય પ્રદેશસત્તા પોતપોતાની સત્તાને અંતે હોય છે. અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરીને અંતર્મુહૂર્ત સુધી બાંધીને લાંબાકાળ સુધી (132 સાગરોપમ સુધી) સમ્યકત્વ પાળી તેને અંતે તેમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. (39)