Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 209
________________ 188 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ અલ્પકાળમાં પરભવના સમાનજાતીય આયુષ્યના બંધને અંતે જ્યાં સુધી અપવર્તન ન થાય ત્યાં સુધી તિર્યંચાયુષ્ય-મનુષ્યાયુષ્યની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (33) पूरित्तु पुव्वकोडी-पुहुत्त नारगदुगस्स बंधते / एवं पल्लतिगंते, वेउव्वियसेसनवगम्मि // 34 // પૂર્વકોડવર્ણપૃથકૃત્વ સુધી નરક 2 ને પુષ્ટ કરી બંધના અંત્યસમયે તે જીવને નરક 2 ની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. એ જ રીતે પૂર્વકોડવર્ણપૃથકૃત્વ અને 3 પલ્યોપમ સુધી વૈક્રિય 9 (દવ 2, વૈક્રિય 7) ને પુષ્ટ કરીને 3 પલ્યોપમના અંતે તે જીવને વૈક્રિય ૯ની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (34) तमतमगो सव्वलहुं, सम्मत्तं लंभिय सव्वचिरमद्धं / पूरित्ता मणुयदुगं सवज्जरिसहं सबंधते // 35 // સાતમી નરકનો નારકી શીધ્ર સમ્યત્વ પામીને ઘણા લાંબા કાળ સુધી મનુષ્ય 2 અને વજઋષભનારાચ સંઘયણને પુષ્ટ કરે. તેને તેમના બંધને અંતે તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (35) सम्मदिट्ठिधुवाणं, बत्तिसुदहीसयं चउक्खुत्तो / उवसामइत्तु मोहं, खवेंतगे नीयगबंधते // 36 // સમ્યગ્દષ્ટિને જે પ્રકૃતિઓ અવશ્ય બંધાય છે તે 12 પ્રકૃતિઓ (પંચેન્દ્રિયજાતિ, ૧લુ સંસ્થાન, સુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યક, સુભગ, સુસ્વર, આદેય)ને 132 સાગરોપમ સુધી બંધથી પુષ્ટ કરીને 4 વાર મોહનીયને ઉપશમાવીને પછી મોહનીયને ખપાવે ત્યારે પોતપોતાના બંધને અંતે તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (36)

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218