Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 199
________________ કમપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાથી मूलुत्तरपगइयं, चउव्विहं संतकम्ममवि नेयं / धुवमद्धवणाईयं, अट्ठण्हं मूलपगईणं // 1 // મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓની સત્તા ચાર પ્રકારની (પ્રકૃતિસત્તા, સ્થિતિસત્તા, રસસત્તા અને પ્રદેશસત્તા) જાણવી. આઠ મૂળપ્રકૃતિઓની સત્તા ધ્રુવ, અપ્રુવ અને અનાદિ છે. (1) दिट्ठिदुगाउगछग्गति, तणुचोद्दसगं च तित्थगरमुच्चं / दुविहं पढमकसाया, होति चउद्धा तिहा सेसा // 2 // દર્શન 2 (સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય), આયુષ્ય 4, મનુષ્ય 2, દેવ 2, નરક 2, શરીર 14 (વક્રિય 7, આહારક 7), જિન, ઉચ્ચગોત્રની સત્તા બે પ્રકારની (સાદિ-અધ્રુવ) છે. અનંતાનુબંધી કષાયોની સત્તા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. શેષ પ્રકૃતિઓની સત્તા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. (2) छउमत्थंता चउदस, दुचरमसमयंमि अस्थि दो निद्दा / बद्धाणि ताव आऊणि, वेइयाई ति जा कसिणं // 3 // 14 પ્રકૃતિઓ (જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય ૫)ની સત્તા ક્ષીણકષાયવીતરાગછમ0 ગુણઠાણા સુધી હોય છે. નિદ્રા 2 ની સત્તા ૧૨મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી હોય છે. બંધાયેલા ચારે આયુષ્યોની સત્તા ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધી સંપૂર્ણ રીતે ભોગવાઈ જાય. (3)

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218