Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 184 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ ठिइसंतट्ठाणाइं, नियगुक्कस्सा हि थावरजहन्नं / नेरंतरेण हेट्ठा, खवणाइसु संतराइं पि // 20 // બધા કર્મોના સ્થિતિસત્તાસ્થાનો પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી સ્થાવરની જઘન્ય સ્થિતિસત્તા સુધી નિરંતર મળે છે. તેની નીચે ક્ષપણા વગેરેમાં આંતરાવાળા સ્થિતિસત્તાસ્થાનો પણ મળે છે. (20) संकमसमणुभागे, नवरि जहन्नं तु देसघाईणं / छन्नोकसायवज्जं, एगट्ठाणंमि देसहरं // 21 // मणनाणे दुट्ठाणं, देसहरं सामिगो य सम्मत्ते / आवरणविग्घसोलसग-किट्टिवेएसु य सगंते // 22 // રસસત્તા રસસંક્રમની સમાન છે, પણ 6 નોકષાય સિવાયની દેશઘાતી પ્રકૃતિઓની જઘન્ય રસસત્તા 1 ઢાણિયા દેશઘાતી રસની છે. મન:પર્યવજ્ઞાનાવરણની જઘન્ય રસસત્તા 2 ઠાણિયા દેશઘાતી રસની છે. સમ્યક્ત્વમોહનીય, જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, નિદ્રા 2, અંતરાય 5, કિટ્ટિરૂપ સંજવલન લોભ, વેદ 3 ના જઘન્ય રસસત્તાના સ્વામી તેમના અંતે રહેલા જીવો છે. (21-22) मइसुयचक्खुअचक्खूण, सुयसमत्तस्स जेटलद्धिस्स / परमोहिस्सोहिदु, मणनाणं विउलनाणिस्स // 23 // મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણની જઘન્ય રસસત્તા ઉત્કૃષ્ટ શ્રુતલબ્ધિવાળા ચૌદ પૂર્વધરોને હોય છે. અવધિજ્ઞાનાવરણ-અવધિદર્શનાવરણની જઘન્ય રસસત્તા પરમાવધિજ્ઞાનીને હોય છે. મન:પર્યવજ્ઞાનાવરણની જઘન્ય રસસત્તા વિપુલમતિમન:પર્યવજ્ઞાનીને હોય છે. (23)

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218