________________ કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ 183 સિવાયની શેષ 126 પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિસત્તા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. કહેલી પ્રકૃતિઓના નહીં કહેલા વિકલ્પો અને નહીં કહેલી પ્રકૃતિઓના સર્વ વિકલ્પો બે પ્રકારના (સાદિ, અધ્રુવ) છે. (16) जेट्ठठिईबंधसमं, जेटुं बंधोदया उ जासि सह / अणुदयबंधपराणं, समऊणा जट्टिई जेटुं // 17 // જે પ્રકૃતિઓના બંધ અને ઉદય સાથે હોય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા ઉત્કૃષ્ટ સ્થિતિબંધની સમાન છે. જે પ્રકૃતિઓના અનુદયમાં તેમનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા તેમની સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ છે. સ્થિતિને આશ્રયીને તેમની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ જ છે. (17) संकमओ दीहाणं, सहालिगाए उ आगमो संतं / समऊणमणुदयाणं, उभयासिं जट्टिई तुल्ला // 18 // ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા આવલિકા સહિત સંક્રમથી આવેલી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ છે. અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા તેના કરતા સમય ન્યૂન છે. બન્નેની સ્થિતિ તુલ્ય છે. (18) संजलणातिगे सत्तसु य, नोकसाएसु संकम जहन्नो / सेसाण ठिई एगा, दुसमयकाला अणुदयाणं // 19 // સંજવલન 3 અને નોકષાય 7 (પુરુષવેદ, હાસ્ય ૬)ની જઘન્ય સ્થિતિસત્તા તેમના જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણે જાણવી. શેષ ઉદયવાળી પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા 1 સ્થિતિની છે. અનુદયવાળી પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા 2 સમયના કાળવાળી 1 સ્થિતિની છે. (19)