________________ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ 177 देवगई ओहिसमा, नवरिं उज्जोयवेयगो ताहे / आहार जाय अइचिर-संजममणुपालिऊणंते // 31 // દેવગતિના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી અવધિજ્ઞાનાવરણના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની જેમ જાણવા, પણ જયારે ઉદ્યોતનો ઉદય હોય ત્યારે દેવગતિના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી જાણવા. લાંબાકાળ સુધી સંયમ પાળીને અંતે આહારકશરીરી થયેલાને આહારક ૭નો જઘન્ય પ્રદેશઉદય હોય છે. (31) सेसाणं चक्खुसमं, तंमि व अन्नंमि व भवे अचिरा / तज्जोगा बहुगीओ, पवेययंतस्स ता ताओ // 32 // શેષ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી ચક્ષુદર્શનાવરણના જધન્ય પ્રદેશઉદયના સ્વામીની સમાન ત્યાં સુધી જાણવા કે જયાં સુધી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ત્યાર પછી તે ભવમાં કે શીધ્ર અન્યભવમાં જઈને પોતપોતાને પ્રાયોગ્ય ઘણી પ્રકૃતિઓના ઉદયવાળાને તે તે શેષ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. (32) કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ સમાપ્ત * नाणसंपन्ने णं जीवे चाउरंते संसारकंतारे ण विणस्सइ / - ઉત્તરાધ્યયનસૂત્ર 2960 જ્ઞાનસંપન્ન જીવ ચારગતિરૂપ ભવાટવીમાં ભટકતો નથી. જે શિષ્ય પ્રજ્ઞાપનીય છે તે ભણેલો ન હોય તો ય તે મોક્ષગામી બને છે. જયારે અપ્રજ્ઞાપનીય શિષ્ય બહુ ભણેલો હોય તો પણ તે સંસારનો પાર પામતો નથી. * ત્યાગ કરનારને અંતરાયો નડતા નથી.