________________ 166 ૧૪મુ ગુણઠાણું (30) ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે બધા કર્મોની સ્થિતિ ૧૪મા ગુણઠાણાના કાળ તુલ્ય થઈ જાય છે. ૧૪માં ગુણઠાણે જેમનો ઉદય નથી તેમની સ્થિતિ સ્વરૂપની અપેક્ષાએ ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે ૧૪માં ગુણઠાણાના કાળ કરતા 1 સમયવ્ન કરે છે (સામાન્યથી કર્મરૂપે રહેવારૂપ તેમની સ્થિતિ ૧૪માં ગુણઠાણાના કાળ તુલ્ય કરે છે). (31) ૧૩માં ગુણઠાણાના અંતે સાત પદાર્થોનો એકસાથે વિચ્છેદ થાય છે. (i) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી શુકૂલધ્યાનનો વિચ્છેદ થાય છે. (i) બધી કિષ્ક્રિઓનો વિચ્છેદ થાય છે. (ii) સાતાના બંધનો વિચ્છેદ થાય છે. (i) નામ-ગોત્રની ઉદીરણાનો વિચ્છેદ થાય છે. (V) યોગનો વિચ્છેદ થાય છે. (vi) ગુફલલેશ્યાનો વિચ્છેદ થાય છે. (vi) સ્થિતિઘાત અને રસઘાતનો વિચ્છેદ થાય છે. (32) ત્યાર પછી જીવ ૧૪મા ગુણઠાણે જાય છે. ત્યાં સુપરતક્રિયા અનિવૃત્તિ શુક્લધ્યાન કરે છે. ૧૪મા ગુણઠાણે ઉદયવાળી પ્રકૃતિઓનો ઉદય વડે ક્ષય કરે છે અને અનુદયવાળી પ્રકૃતિઓને વેદ્યમાન પ્રવૃતિઓમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને તેમનો ક્ષય કરે છે. ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમયે સાતા અસાતા, દેવ 2, શરીર 5, અંગોપાંગ 3, બંધન 5, સંઘાતન 5, સંસ્થાન 6, સંઘયણ 6, વર્ણાદિ 20, ખગતિ 2, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, સ્થિર 2, અસ્થિર 2, સ્વર 2, પ્રત્યેક, અપર્યાપ્ત, દુર્ભગ, અનાદેય, અયશ, નીચગોત્ર = 72 પ્રકૃતિઓનો ક્ષય થાય