________________ 1 74 કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ कालगएगिदियगो, पढमे समये व मइसुयावरणे / केवलदुगमणपज्जव-चक्खुअचक्खूण आवरणा // 21 // જઘન્ય પ્રદેશઉદયના સ્વામિત્વમાં ક્ષપિતકર્ભાશનો અધિકાર છે. જઘન્યસ્થિતિવાળો દેવ અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત્વ પામી આયુષ્યનું છેલ્લુ અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે મિથ્યાત્વ પામી અતિસંલેશમાં મરીને એકેન્દ્રિય થાય ત્યારે તેને પહેલા સમયે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. (20-21) ओहीण संजमाओ, देवत्त गए गयस्स मिच्छत्तं / उक्कोसठिइबंधे, विकड्ढणा आलिगं गंतुं // 22 // સંયમ પાળી દેવલોકમાં જઈ અંતર્મુહૂર્ત પછી મિથ્યાત્વ પામી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી ઘણા દલિકોની ઉદ્વર્તન કરે. બંધાવલિકા વીત્યા બાદ તેને અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. (22) वेयणियंतरसोगारउच्च, ओहिव्व निद्दपयला य / उक्कस्स ठिईबंधा, पडिभग्गपवेइया नवरिं // 23 // વેદનીય 2, અંતરાય 5, શોક, અરતિ, ઉચ્ચગોત્રના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી અવધિજ્ઞાનાવરણના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની જેમ જાણવા. નિદ્રા અને પ્રચલાના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી પણ એ જ પ્રમાણે જાણવા પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી પડીને નિદ્રા 2 નો ઉદય થયો હોય તેવા જીવો તેમના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી છે. (23)