Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 189
________________ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ उदओ उदीरणाए, तुल्लो मोत्तुण एक्कचत्तालं / आवरणविग्घसंजलण-लोभवेए य दिट्ठिदुगं // 1 // आलिगमहिगं वेएति, आउगाणं पि अप्पमत्ता वि / वेयणियाण य दुसमय-तणुपज्जत्ता य निदाओ // 2 // मणुयगइजाइतसबायरं च, पज्जत्तसुभगमाएज्जं / जसकित्तिमुच्चगोयं, चाओगी केइ तित्थयरं // 3 // 41 પ્રકૃતિઓ સિવાયની શેષ પ્રકૃતિઓનો ઉદય ઉદીરણાની સમાન છે. આવરણ (જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4), અંતરાય 5, સંજવલન લોભ, વેદ 3, દર્શન ર (સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વ મોહનીય) - આ 20 પ્રકૃતિઓનો ઉદય ઉદીરણા કરતા 1 આવલિકા અધિક કાળ સુધી થાય છે. આયુષ્યોનો ઉદય પણ તેમની ઉદીરણા કરતા 1 આવલિકા અધિક કાળ સુધી થાય છે. આયુષ્યોની ઉદીરણા પ્રમત્ત જીવો જ કરતા હતા, જ્યારે તેમનો ઉદય અપ્રમત્તજીવોને પણ હોય છે. વેદનીયની ઉદીરણા પ્રમત્ત જીવો જ કરતા હતા, જ્યારે તેમનો ઉદય અપ્રમત્તજીવોને પણ હોય છે. શરીરપર્યાપ્તિના બીજા સમયથી ઈન્દ્રિય પર્યાપ્તિના ચરમ સમય સુધી નિદ્રા પની ઉદીરણા ન હોય પણ ઉદય હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ અને ઉચ્ચગોત્ર - આ 9 પ્રકૃતિઓની ૧૪માં ગુણઠાણે ઉદીરણા હોતી નથી પણ ઉદય હોય છે. કેટલાક અયોગી કેવળી ભગવંતોને જિનનામકર્મની ઉદીરણા હોતી નથી પણ ઉદય હોય છે. (1-2-3)

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218