________________ 1 64 સૂક્ષ્મયોગનિરોધ અસંખ્યગુણહીન છે. અહીં ગુણાકારરૂપ અસંખ્ય એ પલ્યોપમ પ્રમાણ છે. એમ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે પૂર્વપૂર્ણ સમય કરતા અસંખ્ય ગુણહીન કિષ્ટિઓ કરે છે. પ્રથમસમયકૃત કિદિઓ , જેટલી છે. બીજા વગેરે દરેક સમયે કરાયેલ કિઠ્ઠિઓ પણ . જેટલી છે. કુલ કિક્રિઓ પણ , જેટલી છે. તે પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોના અસંખ્યાતમા ભાગ જેટલી છે. કિટ્ટિકરણના અંતર્મુહૂર્ત પછી પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોનો નાશ કરે છે. ત્યારથી અંતર્મુહૂર્ત સુધી બધો યોગ કિટ્રિરૂપ હોય છે. તે અંતર્મુહૂર્તમાં જીવ કંઈ કરતો નથી. (28) ત્યાર પછી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ વચનયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને સૂક્ષ્મ કાયયોગના આલંબનથી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ મનોયોગનો નિરોધ કરે છે. ત્યારપછી અંતર્મુહૂર્ત રહીને સૂક્ષ્મ કાયયોગના આલંબનથી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગનો વિરોધ કરે છે. તે વખતે સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી શુક્લધ્યાન કરે છે. તેના સામર્થ્યથી શરીરના પોલાણો પૂરી આત્મપ્રદેશોને શરીરના 23 ભાગમાં રાખે છે. (29) સૂક્ષ્મકાયયોગનો વિરોધ કરતા પ્રથમ સમયે અસંખ્ય બહુભાગ પ્રમાણ કિઠ્ઠિઓનો ઘાત કરે છે. બીજા સમયે શેષ કિઠ્ઠિઓના અસંખ્યબહુભાગ પ્રમાણ કિટ્ટિઓનો ઘાત કરે છે. આમ ૧૩માં ગુણઠાણાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે પૂર્વ પૂર્વ સમયની ઘાત કર્યા પછીની શેષ કિઠ્ઠિઓના અસંખ્યબહુભાગ પ્રમાણ કિટિઓનો ઘાત કરે છે.