________________ 16 પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો સમ્યક્ત્વ અને દેશવિરતિ પાળી ચાર વાર ઉપશમશ્રેણિ માંડી વારંવાર સ્ત્રીવેદ-નપુંસકવેદ બાંધે અને હાસ્ય દુના દલિકો તેમાં સંક્રમાવે. પછી તે મનુષ્ય થઈ લાંબો કાળ સંયમ પાળી ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ચરમ સ્થિતિખંડના ચરમ સમયે હાસ્ય 6 નું જઘન્ય પ્રદેશસત્તાસ્થાન હોય છે. ત્યાર પછી વિવિધ જીવોની અપેક્ષાએ 1-1 પરમાણુની વૃદ્ધિથી ગુણિતકર્માશ જીવના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતર અનંત પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક છે. (10) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5, નિદ્રા ર = 16 :- નિદ્રા 2 સિવાયની આ પ્રવૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો ૧૨મા ગુણઠાણાના સંખ્યાતમા ભાગના સમયો + 1 જેટલા છે. નિદ્રા ર ના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો ૧૨મા ગુણઠાણાના સંખ્યાતમા ભાગના સમયો જેટલા છે. ૧૨માં ગુણઠાણાના સંખ્યાતા બહુભાગ પસાર થાય અને અંતર્મુહૂર્ત પ્રમાણ એક સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય પ ની સ્થિતિસત્તાની અપવર્તન કરી તેને ૧૨માં ગુણઠાણાના શેષ કાળ સમાન કરે, નિદ્રા 2 ની સ્થિતિસત્તા સ્વરૂપની અપેક્ષાએ ૧૨મા ગુણઠાણાના શેષ કાળ કરતા 1 સમયજૂન કરે. (નિદ્રા રની સામાન્યથી કર્મરૂપે રહેવારૂપ સ્થિતિ તો ૧૨મા ગુણઠાણાના શેષકાળ તુલ્ય જ કરે.) ત્યારથી તે કર્મોના સ્થિતિઘાત વગેરે ન થાય. ૧૨માં ગુણઠાણાની શેષ સ્થિતિસત્તાને ઉદય-ઉદીરણાથી ભોગવે. ચરમ સ્થિતિ શેષ રહે ત્યારે ક્ષપિતકર્માશ જીવની સર્વજઘન્યપ્રદેશસત્તા તે જઘન્ય પ્રદેશસત્તાસ્થાન છે. તેમાં 1 પરમાણુ ઉમેરતા બીજુ પ્રદેશસત્તાસ્થાન થાય છે. એમ ગુણિતકર્માશના તે સમયના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન