________________ 120 નામમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે ૮૬નું સત્તાસ્થાનક હોય અને નરક રદેવ 2 અને વૈક્રિય ૪ની ઉઠ્ઠલના થયા પછી ૮૦નું સત્તાસ્થાનક થાય તે ચોથુ અલ્પતર સત્તાસ્થાનક છે. અથવા ૯૩નું સત્તાસ્થાનક હોય અને ૯માં ગુણઠાણે 13 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૮૦નું સત્તાસ્થાનક થાય તે પણ ચોથુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૯૨નું સત્તાસ્થાનક હોય અને ૯મા ગુણઠાણે 13 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૭૯નું સત્તાસ્થાનક થાય તે પાંચમુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૮૦નું સત્તાસ્થાનક હોય અને મનુષ્ય ની ઉદ્ધલના થયા પછી ૭૮નું સત્તાસ્થાનક થાય તે છઠ્ઠું અલ્પતર સત્તાસ્થાનક છે. ૮૯નું સત્તાસ્થાનક હોય અને ૯માં ગુણઠાણે 13 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૭૬નું સત્તાસ્થાનક થાય તે સાતમુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૮૮નું સત્તાસ્થાનક હોય અને ૯મા ગુણઠાણે 13 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૭૫નું સત્તાસ્થાનક થાય તે આઠમું અલ્પતર સત્તાસ્થાનક છે. ૮૦નું સત્તાસ્થાનક હોય અને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમયે 71 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૧૪માં ગુણઠાણાના ચરમ સમયે ૯નું સત્તાસ્થાનક થાય તે નવમુ અલ્પતર સત્તાસ્થાનક છે. અથવા, ૭૬નું સત્તાસ્થાનક હોય અને ૧૪માં ગુણઠાણાના દ્વિચરમ સમયે 67 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે ૯નું સત્તાસ્થાનક થાય તે નવમું અલ્પતર સત્તાસ્થાનક છે. ૭૯નું સત્તાસ્થાનક હોય અને ૧૪મી ગુણઠાણાના દ્વિચરમ સમયે 71 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૧૪માં ગુણઠાણાના ચરમ