________________ 146 8 કષાયો, 16 પ્રકૃતિઓ અને નપુંસકવેદનો ક્ષય (7) અનિવૃત્તિકરણના સંખ્યાતા બહુભાગો ગયે છતે સ્થાવર 2, તિર્યંચ 2, નરક 2, આતપ 2, જાતિ 4, સાધારણ, થિણદ્ધિ 3 = 16 પ્રકૃતિઓની ઉલના કરતા કરતા તેમની સ્થિતિસત્તા પલ્યોપમ જેટલી થાય છે. ત્યાર પછી બંધાતી પ્રકૃતિઓમાં આ 16 પ્રકૃતિઓને ગુણસંક્રમથી સંક્રમાવીને તેનો સંપૂર્ણ ક્ષય કરે છે. 8 કષાયોનો ક્ષય કરવાની શરૂઆત પહેલા કરે છે. પણ તેનો સંપૂર્ણ ક્ષય થાય તે પહેલા વચ્ચે 16 પ્રકૃતિઓનો ક્ષય કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં 8 કષાયોના શેષ દલિકોનો ક્ષય કરે છે. મતાંતરે પહેલા 16 પ્રકૃતિઓ ખપાવવાનું શરૂ કરે છે, વચ્ચે 8 કષાયોનો ક્ષય કરે છે અને પછી 16 પ્રકૃતિઓના બાકીના દલિકોનો ક્ષય કરે છે. (8) પછી અંતર્મુહૂર્તમાં 9 નોકષાયો અને 4 સંજવલન કષાયોનું અંતરકરણ કરે છે. (9) અંતરકરણ કર્યા પછી નપુંસકવેદના બીજી સ્થિતિના દલિકોને ઉદ્ધવનાસંક્રમથી ખપાવવાનું શરૂ કરે છે. અંતર્મુહૂર્તમાં તેની સ્થિતિસત્તા પલ્યોપમ જેટલી થાય છે. ત્યાર પછી બંધાતી પ્રકૃતિઓમાં ગુણસંક્રમથી તેના દલિકો સંક્રમાવે છે. અંતર્મુહૂર્તમાં બીજી સ્થિતિના બધા દલિકોનો ક્ષય થઈ જાય છે. જો નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણિ માંડી હોય તો નપુંસકવેદની પ્રથમસ્થિતિના દલિકોને ભોગવીને ખપાવે છે. જો અન્યવેદોદયે ક્ષપકશ્રેણિ માંડી હોય તો નપુંસકવેદની પ્રથમસ્થિતિના દલિકોને સ્તિબુકસંક્રમથી વેદ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવીને ખપાવે છે. આમ નપુંસકવેદનો સર્વથા ક્ષય થાય