________________ ૧૫ર સંજ્વલન ક્રોધનો ક્ષય (19) ત્યાર પછી સંજવલન માનની બીજીસ્થિતિમાંથી સંજવલન માનની પ્રથમ કિટ્ટિના દલિકોને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન ક્રોધની ત્રીજી કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન માનની પ્રથમ કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્ટિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન ક્રોધના સમયજૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો ગુણસંક્રમથી સંજવલન માનમાં તેટલા જ કાળે સંક્રમાવીને તેમનો ક્ષય કરે છે. સંજવલન માનની પ્રથમ કિટ્ટિની પ્રથમસ્થિતિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન માનની બીજીસ્થિતિમાંથી સંજવલન માનની બીજી કિટ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન માનની પ્રથમ કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન માનની બીજી કિષ્ટિની પ્રથમસ્થિતિમાં તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન માનની બીજી કિષ્ટિની પ્રથમસ્થિતિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન માનની બીજસ્થિતિમાંથી સંજવલન માનની ત્રીજી કિટ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન માનની બીજી કિષ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજ્વલન માનની ત્રીજી કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન માનની આ ત્રણે કિઓિના ઉદયકાળમાં તેમના બીજીસ્થિતિના દલિકો ગુણસંક્રમથી સંજવલન માયામાં સંક્રમાવે છે. સંજવલનમાનની ત્રીજી કિટ્ટિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન માનના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય