________________ 156 ૧૦મું ગુણઠાણ, ૧૨મું ગુણઠાણ છે. ૧૦મા ગુણઠાણાના સંખ્યાતા બહુભાગો ગયા પછી સંજવલન લોભની સર્વઅપવર્તના વડે અપવર્તન કરી તેની સ્થિતિ ૧૦મા ગુણઠાણાના શેષકાળ તુલ્ય કરે છે. તે શેષકાળ અંતર્મુહૂર્તપ્રમાણ છે. ત્યારથી મોહનીયના સ્થિતિઘાત વગેરે થતા નથી, શેષકર્મોન સ્થિતિઘાત વગેરે થાય છે. તે અપવર્તેલી સ્થિતિને ઉદય-ઉદીરણા વડે ભોગવે છે. ૧૦માં ગુણઠાણાની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન લોભનો ઉદીરણાવિચ્છેદ થાય છે. ચરમાવલિકાના દલિકોને માત્ર ઉદયથી ભોગવે છે. ૧૦માં ગુણઠાણાની ચરમાવલિકાના ચરમ સમયે સંજવલન લોભનો ઉદયવિચ્છેદ થાય છે, જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, યશ, ઉચ્ચગોત્ર, અંતરાય 5 = 16 પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે અને મોહનીયના ઉદય-સત્તાનો વિચ્છેદ થાય છે. (23) ત્યાર પછી જીવ ૧૨માં ગુણઠાણે જાય છે. ૧૨મા ગુણઠાણાના સંખ્યાતા બહુભાગ પસાર થાય ત્યારે જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14 પ્રકૃતિઓની સર્વઅપવર્તના કરી તેમની સ્થિતિ ૧૨માં ગુણઠાણાના શેષ કાળ તુલ્ય કરે છે, નિદ્રા રની સર્વઅપવર્તન કરી તેની સ્થિતિ સ્વરૂપની અપેક્ષાએ ૧૨મા ગુણઠાણાના શેષકાળ કરતા 1 સમય ન્યૂન જેટલી કરે છે (નિદ્રા રની સામાન્યથી કર્મરૂપે રહેવા રૂપ સ્થિતિ તો ૧૨મા ગુણઠાણાના શેષકાળ તુલ્ય જ કરે છે.) તે શેષ સ્થિતિને ઉદય-ઉદીરણા વડે ભોગવે છે. ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે નિદ્રા રનો ઉદીરણાવિચ્છેદ થાય છે. ૧૨માં ગુણઠાણાની આવલિકા શેષ હોય ત્યારે જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14 પ્રકૃતિઓનો ઉદીરણાવિચ્છેદ થાય છે. ૧૨માં