________________ 160 કેવળી સમુદ્યાત અનંતા બહુભાગોનો ઘાત કરે છે અને એક અનંતમો ભાગ બાકી રહે છે, શુભપ્રકૃતિઓનો રસ અશુભપ્રકૃતિઓમાં નાંખી તેનો ઘાત કરે છે. સમુદ્યાતના ચોથા સમયે શેષ સ્થિતિના અસંખ્ય બહુભાગોનો ઘાત કરે છે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રહે છે. તે સમયે અશુભપ્રકૃતિઓના શેષ રસના અનંતા બહુભાગોનો ઘાત કરે છે અને એક અનંતમો ભાગ બાકી રહે છે, શુભપ્રકૃતિઓનો રસ અશુભપ્રકૃતિઓમાં નાંખી તેનો ઘાત કરે છે. આમ સમુદ્ધાતના ચોથા સમયે સ્થિતિઘાત-રસઘાત થયા પછી વેદનીય-નામ-ગોત્રની સ્થિતિ અંતર્મુહૂર્તમાત્ર રહે છે અને તે આયુષ્યની સ્થિતિ કરતા સંખ્યાતગુણ હોય છે અને વેદનીય-નામ-ગોત્રનો રસ આયુષ્યના રસ કરતા અનંતગુણ હોય છે. સમુદ્ધાતના પાંચમા સમયે શેષ સ્થિતિના સંખ્યાતા બહુભાગોનો ઘાત કરે છે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. તે સમયે અશુભપ્રકૃતિઓના રસના અનંતા બહુભાગોનો ઘાત કરે છે અને એક અનંતમો ભાગ બાકી રહે છે. આ પાંચ સમયોમાં સમયે સમયે સ્થિતિખંડનો અને રસખંડનો ઘાત કરે છે. છા સમયથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સ્થિતિખંડ અને રસખંડનો ઘાત થાય છે. આમ અંતર્મુહૂર્તકાળમાં થનારા સ્થિતિઘાત અને રસઘાત ૧૩મા ગુણઠાણાના ચરમ સમય સુધી થાય છે. જે કેવળી ભગવંતોના વેદનીય-નામ-ગોત્રની સ્થિતિ આયુષ્યની સ્થિતિની સમાન હોય તેઓ સમુદ્ધાત કરતા નથી.