________________ અશ્વકર્ણકરણાદ્ધા, કિકિરણોદ્ધા 149 સત્તામાં હતા તે પૂર્વસ્પર્ધકો કહેવાય છે. અહીંથી પૂર્વસ્પર્ધકોના જઘન્ય રસસ્પર્ધકથી અનંતગુણહીન રસવાળા જે અનંતા નવા રસસ્પર્ધકોની રચના થાય છે તે અપૂર્વ રસસ્પર્ધકો કહેવાય છે. પુરુષવેદના સમયજૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો અશ્વકર્ણકરણોદ્ધાના તેટલા કાળમાં સંજવલન ક્રોધમાં ગુણસંક્રમથી સંક્રમાવે છે. ચરમસમયે સર્વસંક્રમથી સંક્રમાવી પુરુષવેદનો ક્ષય કરે છે. (14) અશ્વકર્ણકરણાદ્ધા પછી કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. તેમાં સંજવલન ૪ની બીજીસ્થિતિમાં પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી દલિકો લઈને અપવર્તન કરીને અનંત કિઠ્ઠિઓ કરે છે. જે વર્ગણાઓમાં કષાયમોહનીય કર્મના રસને અત્યંત કૃશ કરી નાંખ્યો હોય તેને કિટ્ટિ કહેવાય છે. પૂર્વસ્પર્ધકો કરતા અપૂર્વસ્પર્ધકોમાં રસાણ ઓછા હોય છે. છતાં અપૂર્વસ્પર્ધકોમાં એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ મળે છે. જઘન્ય રસવાળા અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણા કરતા પણ અનંતગુણહીન રસ કિઠ્ઠિઓમાં હોય છે. કિટ્ટિઓમાં એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ મળતી નથી. તે કિઠ્ઠિઓ અનંત હોવા છતાં ભૂલ જાતિભેદથી 12 કલ્પાય છે - એક-એક કષાયની ત્રણ-ત્રણ. આમ સંજવલન ક્રોધોદયે ક્ષપકશ્રેણિ માંડનાર માટે જાણવું. (15) સંજવલનમાનોદયે ક્ષપકશ્રેણિ માંડનાર ઉઠ્ઠલનાસંક્રમથી સંજવલન ક્રોધનો ક્ષય કરે છે. પછી તે શેષ ત્રણ કષાયોની 9 કિઠ્ઠિઓ કરે છે. (16) સંજવલનમાયોદયે ક્ષપકશ્રેણિ માંડનાર ઉધલના સંક્રમથી સંજવલન ક્રોધ અને સંજવલન માનનો ક્ષય કરે છે. પછી તે શેષ બે કષાયોની 6 કિઠ્ઠિઓ કરે છે.