________________ 148 સ્ત્રીવેદ, હાસ્ય 6, પુરુષવેદનો ક્ષય (10) પછી એ જ રીતે અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદનો ક્ષય કરે છે. (૧૧)પછી હાસ્ય દના અને પુરુષવેદના દલિકોને એકસાથે ખપાવવાનું શરૂ કરે છે. ત્યારથી હાસ્ય ૬ના બીજસ્થિતિના દલિકોને પુરુષવેદમાં ન સંક્રમાવે, પણ સંજવલન ક્રોધમાં જ સંક્રમાવે. આમ અંતર્મુહૂર્તમાં હાસ્ય ૬ના બીજીસ્થિતિના બધા દલિકોનો સર્વથા ક્ષય કરે છે. જે સમયે હાસ્ય નો ક્ષય થાય છે તે જ સમયે પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારે પુરુષવેદના સમયપૂન ર આવલિકામાં બંધાયેલા દલિકો સિવાયના બધા દલિકોનો ક્ષય થઈ ગયો હોય છે. પુરુષવેદોદયે ક્ષપકશ્રેણિ માંડનાર માટે આ પ્રમાણે જાણવું. જો નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણિ માંડે તો પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદને એકસાથે ખપાવે છે. તેમનો ક્ષય થાય એ જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. પછી પુરુષવેદ અને હાસ્ય ૬ને એકસાથે ખપાવે છે. જો સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણિ માંડે તો પહેલા નપુંસકવેદનો ક્ષય કરે છે. પછી સ્ત્રીવેદનો ક્ષય કરે છે. તેના ક્ષય વખતે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. ત્યાર પછી પુરુષવેદ અને હાસ્ય દને એકસાથે ખપાવે છે. (૧૨)પુરુષવેદોદયે ક્ષપકશ્રેણિ માંડનાર પુરુષવેદના બંધવિચ્છેદ પછી સંજવલન ક્રોધના ઉદયકાળના ત્રણ ભાગ કરે છે - અશ્વકર્ણકરણોદ્ધા, કિટ્ટિકરણોદ્ધા, કિષ્ટિવેદનાદ્ધા. (13) અશ્વકર્ણકરણાદ્ધામાં સંજવલન ૪ની બીજીસ્થિતિમાં પ્રતિસમય અનંત અપૂર્વસ્પર્ધકો કરે છે. અત્યાર સુધી જે રસસ્પર્ધકો