________________ સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 133 સત્તાસ્થાનો જિનનામકર્મની સત્તાવાળા છે અને ૧લા ગુણઠાણે મોહનીયની ર૬ની અને ૨૭ની સત્તાવાળાને જિનનામકર્મની સત્તા ન હોય. વળી મોહનીયની ૨૬ની સત્તાવાળું ૧૪૩નું સત્તાસ્થાન અને મોહનીયની ર૭ની સત્તાવાળું ૧૪૪નું સત્તાસ્થાન આ બન્ને સત્તાસ્થાનો જિનનામકર્મ અને આહારક ૪ની સત્તાવાળા છે. ૧લા ગુણઠાણે જિનનામકર્મ અને આહારક ૪ની સાથે સત્તા ન હોય. તેથી મોહનીયની ર૬ની સત્તાવાળું ૧૪૩નું સત્તાસ્થાન અને મોહનીયની ર૭ની સત્તાવાળું ૧૪૪નું સત્તાસ્થાન ૧લા ગુણઠાણે ન હોય. ૧લા ગુણઠાણે મોહનીયની ૨૬મી સત્તાવાળું ૧૪૨નું સત્તાસ્થાન અને મોહનીયની ૨૭ની સત્તાવાળું ૧૪૩નું સત્તાસ્થાન પણ ન મળે, કેમકે આ બન્ને સત્તાસ્થાનો આહારક ૪ની સત્તાવાળા છે અને ૧લા ગુણઠાણે મોહનીયની ર૬ની અને ૨૭ની સત્તાવાળાને આહારક ૪ની સત્તા ન હોય. આમ મોહનીયની ર૬ની સત્તાવાળા ૧૩૯ના, ૧૪૨ના, ૧૪૩ના સત્તાસ્થાનો અને મોહનીયની ર૭ની સત્તાવાળા ૧૪૦ના, ૧૪૩ના, ૧૪૪ના સત્તાસ્થાનો ૧લા ગુણઠાણે મળતા નથી. ૧૩૯ના, ૧૪૦ના, ૧૪૨ના અને ૧૪૪ના સત્તાસ્થાનો અન્ય રીતે ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના ગુણઠાણાઓમાં મળે છે. પણ ૧૪૩નું સત્તાસ્થાન કોઈપણ ગુણઠાણે કોઈપણ રીતે મળતું નથી. તેથી કુલ સત્તાસ્થાનો 47 છે, ભૂયસ્કાર સત્તાસ્થાનો 16 છે, અલ્પતર સત્તાસ્થાનો 46 છે, અવસ્થિત સત્તાસ્થાનો 43 છે. ટીકાકારે કુલ સત્તાસ્થાનો 48, ભૂયસ્કાર સત્તાસ્થાનો 17, અલ્પતર સત્તાસ્થાનો 47 અને અવસ્થિત સત્તાસ્થાનો 44 કહ્યા છે અને તેમાં ૧૪૩નું સત્તાસ્થાન પણ કહ્યું છે. તેથી અહીં તત્ત્વ કેવળીગમ્ય છે. આમ પ્રકૃતિને વિષે બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાને આશ્રયીને ભૂયસ્કાર વગેરે કહ્યા. આ જ રીતે સ્થિતિ, રસ અને પ્રદેશને વિષે બંધ, ઉદય,