________________ 132 સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે અને મોહનીયની ર૬ ઉમેરતા ૧૩૮ના, ૧૩૯ના, ૧૪રના, ૧૪૩ના સત્તાસ્થાનો થાય તથા નરક 2 વગેરે નામની 13, થિણદ્ધિ 3 અને મોહનીયની 27 ઉમેરતા ૧૩૯ના, ૧૪૦ના, ૧૪૩ના, ૧૪૪ના સત્તાસ્થાનો થાય. ૧૩૪ના સત્તાસ્થાનથી ૧૪પના સત્તાસ્થાન સુધીના સત્તાસ્થાનો ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીના જીવોને હોય.” પણ ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીમાં મોહનીયની ર૬ની અને ૨૭ની સત્તા હોતી નથી. તેથી મોહનીયની ૨૬ની અને ર૭ની સત્તાવાળા ઉપરોક્ત સત્તાસ્થાનો ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીમાં ઘટતા નથી. છતા ટીકાકારે ઉપર પ્રમાણે ઉલ્લેખ કર્યો છે, તેની સંગતિ આ રીતે થઈ શકે - એક મત એવો છે કે અનંતાનુબંધી ૪ની ક્ષપણા દરમ્યાન છેલ્લો થોડો અંશ બાકી રહે ત્યારે દર્શનમોહનીયની ક્ષપણા ચાલુ કરે છે. એટલે એ અંશ મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી અને મિશ્રમોહનીયનો ક્ષય થયા પછી પણ વિદ્યમાન હોય એવી કલ્પનાથી ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધી મોહનીયની ૨૬ની અને ર૭ની સત્તા મળે. આમ આ મત પ્રમાણે ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના મોહનીયની ર૬ની અને ૨૭ની સત્તાવાળા જીવોને ઉપરોક્ત સત્તાસ્થાનો હોઈ શકે. | મુખ્યમતે તો ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના જીવોને મોહનીયની ર૬ની અને ર૭ની સત્તા ન હોવાથી ૪થી ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીના જીવોને મોહનીયની ર૬ની અને ૨૭ની સત્તાવાળા ઉપર કહેલા સત્તાસ્થાનો ન હોય. જો મોહનીયની ૨૬ની સત્તાવાળા ૧૩૮ના, ૧૩૯ના, ૧૪૨ના, ૧૪૩ના સત્તાસ્થાનો અને મોહનીયની ૨૭ની સત્તાવાળા ૧૩૯ના, ૧૪૦ના, ૧૪૩ના, ૧૪૪ના સત્તાસ્થાનો ૧લા ગુણઠાણે માનીએ તો એ પણ શક્ય નથી, કેમકે મોહનીયની ર૬ની સત્તાવાળા ૧૩૯ના, ૧૪૩ના સત્તાસ્થાનો અને મોહનીયની ૨૭ની સત્તાવાળા ૧૪૦ના, ૧૪૪ના સત્તાસ્થાનો ૧લા ગુણઠાણે ન મળે, કેમકે આ