________________ 1 2 5 અંતરાયમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે ગુણઠાણાના ચરમ સમયે ૧નું સત્તાસ્થાનક થાય તે અલ્પતર સત્તાસ્થાનક છે. અવસ્થિત સત્તાસ્થાનક-૨ :- નું, ૧નું બન્ને સત્તાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત સત્તાસ્થાનક 2 છે. ઉચ્ચગોત્રનું ૧નું સત્તાસ્થાનક 1 સમયનું હોવાથી અવસ્થિત નથી. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી ગોત્રકર્મની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરી તેની સત્તા થતી ન હોવાથી તેનું અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. (8) અંતરાય : સત્તાસ્થાનક-૧ :- પનું ભૂયસ્કાર સત્તાસ્થાનક, અલ્પતર સત્તાસ્થાનક :- નથી અંતરાયકર્મનું એક જ સત્તાસ્થાનક હોવાથી તેના ભૂયસ્કાર સત્તાસ્થાનક અને અલ્પતર સત્તાસ્થાનક નથી. અવસ્થિત સત્તાસ્થાનક-૧ :- પનું સદા પનું અવસ્થિત સત્તાસ્થાનક હોય છે. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી અંતરાયકર્મની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરી તેની સત્તા થતી ન હોવાથી તેનું અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. સામાન્યથી સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયકાર વગેરે - સત્તાસ્થાનક-૪૭ 10