________________ 1 2 2 નામમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે ૮૪નું સત્તાસ્થાનક હોય અને દેવ 2 કે નરક ર અને વૈક્રિય 7 બાંધ્યા પછી ૯૩નું સત્તાસ્થાનક થાય તે બીજુ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. ૯૩નું સત્તાસ્થાનક હોય અને નરક ર કે દેવ ર બાંધ્યા પછી ૯૫નું સત્તાસ્થાનક થાય તે ત્રીજુ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. ૯૫નું સત્તાસ્થાનક હોય અને જિનનામકર્મ બાંધ્યા પછી ૯૬નું સત્તાસ્થાનક થાય તે ચોથુ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. ૧૦૨નું સત્તાસ્થાનક થાય તે પાંચમુ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. ૧૦૨નું સત્તાસ્થાનક હોય અને જિનનામકર્મ બાંધ્યા પછી ૧૦૩નું સત્તાસ્થાનક થાય તે છઠું ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. અથવા ૯૬નું સત્તાસ્થાનક હોય અને આહારક 7 બાંધ્યા પછી ૧૦૩નું સત્તાસ્થાનક થાય તે છઠું ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. અલ્પતર સત્તાસ્થાનક-૧૦ :- ૯દનું, ૯૫નું, ૯૩નું, ૯૦નું, ૮૯નું, ૮૪નું, ૮૩નું, ૮૨નું, ૯નું, ૮નું. ૧૦૩નું સત્તાસ્થાનક હોય અને આહારક ૭ની ઉદ્ધલના થયા પછી ૯૬નું સત્તાસ્થાનક થાય તે પહેલું અલ્પતર સત્તાસ્થાનક છે. ૧૦૨નું સત્તાસ્થાનક હોય અને આહારક ૭ની ઉદ્ધલના થયા પછી ૯૫નું સત્તાસ્થાનક થાય તે બીજુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૯૫નું સત્તાસ્થાનક હોય અને દેવ ર નરક રની ઉદ્ધલના થયા પછી ૯૩નું સત્તાસ્થાનક થાય તે ત્રીજુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૧૦૩નું સત્તાસ્થાનક હોય અને ૯મા ગુણઠાણે 13 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૯૦નું સત્તાસ્થાનક થાય તે ચોથુ અલ્પતર સત્તાસ્થાનક છે.