________________ 1 2 1 નામમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે સમયે ૮નું સત્તાસ્થાનક થાય તે દસમુ અલ્પતર સત્તાસ્થાનક છે. અથવા, ૭૫નું સત્તાસ્થાનક હોય અને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમયે 67 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે ૮નું સત્તાસ્થાનક થાય તે દસમુ અલ્પતર સત્તાસ્થાનક છે. અવસ્થિત સત્તાસ્થાનક-૧૦:- ૯૩નું, ૯૨નું, ૮૯નું, ૮૮નું, ૮૬નું, ૮૦નું, ૭૯નું, ૭૮નું, ૭૬નું, ૭૫નું ૯ના અને ૮ના સત્તાસ્થાનકો સિવાયના બધા સત્તાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત સત્તાસ્થાનકો 10 છે. ૯ના અને તેના સત્તાસ્થાનકો 1 સમયના હોવાથી અવસ્થિત નથી. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી નામકર્મની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરીથી તેની સત્તા થતી ન હોવાથી તેનું અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. ઉપર નામકર્મના જે સત્તાસ્થાનકો અને ભૂયસ્કાર વગેરે કહ્યા તે નામકર્મની કુલ 93 પ્રકૃતિની અપેક્ષાએ કહ્યા છે. આ 93 પ્રકૃતિઓમાં બંધન 5 ગયા છે. જો બંધન 5 ની બદલે 15 ગણીએ તો નામકર્મની કુલ પ્રકૃતિઓ 103 થાય. આ 103 પ્રકૃતિઓની અપેક્ષાએ નામકર્મના 12 સત્તાસ્થાનકો પૂર્વે (પાના નં. 37, 38 ઉપર) કહ્યા છે. તે સત્તાસ્થાનકોની અપેક્ષાએ ભૂયસ્કાર વગેરે આ રીતે જાણવા - ભૂયસ્કાર સત્તાસ્થાનક-૬ :- ૮૪નું, ૯૩નું, ૯૫નું, ૯૬નું, ૧૦૨નું, ૧૦૩નું. ૮રનું સત્તાસ્થાનક હોય અને મનુષ્ય 2 બાંધ્યા પછી ૮૪નું સત્તાસ્થાનક થાય તે પહેલું ભૂયસ્કાર સત્તાસ્થાનક છે.