________________ 74 સમ્યકત્વમોહનીયના પ્રદેશસત્તાસ્થાનો તેથી સમત્વમોહનીયના પ્રદેશસત્તાસ્થાનોના કુલ સ્પર્ધકો 1 આવલિકાના સમય જેટલા છે. કર્મપ્રકૃતિ સત્તાધિકાર ગાથા 47, તેની ચૂર્ણિ અને બન્ને ટીકાઓમાં પાના નં. 77-78 ઉપર સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, વૈક્રિય 11, આહારક 7, મનુષ્ય 2, ઉચ્ચગોત્રના પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક કહ્યું છે. તે આ પ્રમાણે - ‘સ્તિબુકસંક્રમના ચરમ સમયે સમ્યકત્વમોહનીયનું જઘન્ય પ્રદેશસત્તાસ્થાન હોય છે. ત્યાર પછી વિવિધ જીવોની અપેક્ષાએ 1-1 પરમાણુની વૃદ્ધિથી ગુણિતકર્માશના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતર પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક છે. મિશ્રમોહનીય, વૈક્રિય 11, આહારક 7, મનુષ્ય 2, ઉચ્ચગોત્રના પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક પણ આ પ્રમાણે છે.” કર્મપ્રકૃતિ સત્તાધિકાર ગાથા ૪૭ની મહોપાધ્યાય શ્રીયશોવિજયજી કૃત ટીકામાં કહ્યું છે, “અહીં ઉઠ્ઠલનાયોગ્ય પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો 1 સ્પર્ધક પ્રમાણ કહ્યા છે તે ઉપલક્ષણરૂપ છે, (એટલે કે તેના ઉપલક્ષણથી શેષ સ્પર્ધકો સમજી લેવા) પણ શેષસ્પર્ધકોના નિષેધ માટે નથી. પૂર્વે (ગાથા ૪૪)માં કહેલી અનુદયવતી પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકોની જેમ ઉઠ્ઠલનાયોગ્ય પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો આવલિકાના સમયો જેટલા છે.' પંચસંગ્રહ સત્તાધિકાર ગાથા 180 ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પણ પાના નં. 304 ઉપર કહ્યું છે કે, “સમ્યકત્વમોહનીયના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો 1 આવલિકા જેટલા છે. કર્મપ્રકૃતિમાં આ પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો 1 સ્પર્ધક જેટલા કહ્યા છે તે ઉપલક્ષણરૂપ છે, (એટલે કે તેના ઉપલક્ષણથી શેષસ્પર્ધકો સમજી લેવા.) પણ શેષસ્પર્ધકોના નિષેધ માટે નથી.”