________________ 1, 21, 2, 6 પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો 75 (6) મિશ્રમોહનીય :- મિશ્રમોહનીયના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો 1 આવલિકાના સમયો જેટલા છે. તે સમ્યક્ત્વમોહનીયના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકોની જેમ જાણવા. (7) દેવ 2, નરક 2, વૈક્રિય 7, આહારક 7, મનુષ્ય 2, ઉચ્ચગોત્ર = 21 :- આ પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો 1 આવલિકાના સમયો જેટલા છે. તે સમ્યક્ત્વમોહનીયના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકોની જેમ જાણવા. પણ તેમાં સમ્યકત્વનો 132 સાગરોપમનો કાળ ન કહેવો. 8) સંજ્વલન લોભ, યશ = ર :- આ પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોનું એક સ્પર્ધક છે. આ પ્રકૃતિઓની અભયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળો અને જઘન્ય પ્રદેશસત્તાવાળો જીવ ત્રસમાં આવી 4 વાર ઉપશમશ્રેણિ માંડવા સિવાયની ક્ષપિતકર્માશની બધી ક્રિયાઓ કરે. પછી તે લાંબો કાળ સંયમ પાળી ક્ષપકશ્રેણિ માંડે. તેના યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે આ પ્રવૃતિઓનું જઘન્ય પ્રદેશસત્તાસ્થાન હોય છે. ઉપશમશ્રેણિ માંડે તો ગુણસંક્રમથી પરપ્રકૃતિઓના ઘણા દલિકો આવે. તેથી જંઘન્ય પ્રદેશસત્તા ન મળે. જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી વિવિધ જીવોની અપેક્ષાએ 1-1 પરમાણુની વૃદ્ધિથી ગુણિતકર્માશ જીવના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતર અનંત પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક છે. (9) હાસ્ય 6 :- આ પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોનું એક સ્પર્ધક છે. આ પ્રકૃતિઓની અભવ્યયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળો અને જઘન્ય પ્રદેશસત્તાવાળો પિતકર્માશ જીવ ત્રસમાં આવી અનેકવાર