________________ 102 સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે આમ ૧૧ના, ૧૨ના, ૨૩ના, ૨૪ના, ૩૧ના, ૩રના અને ૪૪ના - આ સાત ઉદયસ્થાનકો ભૂયસ્કાર ઉદયસ્થાનકો નથી. શેષ 19 ઉદયસ્થાનકો પર જ્યારે અલ્પ પ્રકૃતિવાળા ઉદયસ્થાનકો પરથી આવે ત્યારે તે 19 ભૂયસ્કાર ઉદયસ્થાનકો છે. કુલ ભૂયસ્કાર ઉદયસ્થાનકો 4 + 15 = 19 છે. તે આ પ્રમાણે - ૨૯નું, ૩૦નું, ૩૩નું, ૩૪નું, ૪પનું, ૪૬નું, ૪૭નું, ૪૮નું, ૪૯નું, ૫૦નું, ૫૧નું, પરનું, પ૩નું, પ૪નું, પપનું, પદનું, પ૭નું, ૫૮નું, ૫૯નું. અલ્પતર ઉદયસ્થાનક-૨૪ :- ૧લા ગુણઠાણા કે ૪થા ગુણઠાણાના ઉદયસ્થાનક પરથી કેવળીના ઉદયસ્થાનક પર ન જવાય. તેથી ૩૪નું અલ્પતર ઉદયસ્થાનક હોતું નથી. પ૯ના ઉદયસ્થાનકથી ઉપરનું કોઈ ઉદયસ્થાનક નથી. તેથી ૫૯નું અલ્પતર ઉદયસ્થાનક હોતું નથી. આમ ૩૪ના અને પ૯ના - આ બે ઉદયસ્થાનકો અલ્પતર ઉદયસ્થાનકો નથી. શેષ 24 ઉદયસ્થાનકો પર જ્યારે વધુ પ્રકૃતિવાળા ઉદયસ્થાનકો પરથી આવે ત્યારે તે 24 D. કર્મપ્રકૃતિ સત્તાધિકાર ગાથા પરની મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ કૃત ટીકામાં પાના નં. llIA ઉપર કહ્યું છે, “ભૂયસ્કાર ઉદયસ્થાનકો 21 છે, કેમકે છદ્મસ્થના ઉદયસ્થાનકો ઉપર કેવળી ન જાય, અતીર્થકર તીર્થકરના ઉદયસ્થાનકો ઉપર ન જાય, અયોગી સયોગીકેવળીના ઉદયસ્થાનક ઉપર ન જાય. એટલે ૧૧ના, ૧૨ના, ૨૩ના, ૨૪ના અને ૪૪ના - આ પાંચ ઉદયસ્થાનકો ભૂયસ્કાર તરીકે મળતા નથી.” પણ પૂર્વે પાના નં. 91, ૯૨ની ફૂટનોટમાં કહ્યા મુજબ ૩૧ના અને ૩૨ના ભૂયસ્કાર ઉદયસ્થાનકો કોઈ રીતે મળતા નથી. તેથી અમે ૩૧ના અને ૩૨ના ભૂયસ્કાર ઉદયસ્થાનકો વિના કુલ 19 ભૂયસ્કાર ઉદયસ્થાનકો કહ્યા છે. ટીકાકારનું કથન સંગત કરવા પૂર્વે કહ્યા મુજબ વ્યવધાનને ગૌણ કરીને ૩૧ના અને ૩૨ના ભૂયસ્કાર ઉદયસ્થાનકો કહીને કુલ 21 ભૂયસ્કાર ઉદયસ્થાનકો કહી શકાય. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.