________________ 11 1 મૂળપ્રકૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે સર્વઉત્તરપ્રકૃતિઓના સમુદાયમાં ૭મા ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણા સુધી વેદનીય અને આયુષ્યની ઉદીરણા થતી નથી. તેથી તે તે ગુણઠાણાના તે તે ઉદયસ્થાનકોમાંથી તે તે પ્રકૃતિઓ ઓછી કરી ઉદીરણાસ્થાનકો કહેવા. મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે આ પ્રમાણે છે - મૂળપ્રવૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે - સત્તાસ્થાનક-૩ :- ૮નું, ૭નું, ૪નું કમ ઉદયસ્થાનક પ્રકૃતિઓ સ્વામી ૮નું સર્વ ૧લા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધીના જીવો ૭નું |૮-મોહનીય ૧૨માં ગુણઠાણાના જીવો ૪નું |7 - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ૧૩માં ગુણઠાણા અને ૧૪મા ગુણઠાણાના જીવો ભૂયસ્કાર સત્તાસ્થાનક :- નથી અલ્પ પ્રકૃતિવાળા સત્તાસ્થાનક પરથી વધુ પ્રકૃતિવાળા સત્તાસ્થાનક પર જવાતું ન હોવાથી ભૂયસ્કાર સત્તાસ્થાનક નથી. અલ્પતર સત્તાસ્થાનક-૨ :- ૭નું, ૪નું. ૧૦માં ગુણઠાણે ૮નું સત્તાસ્થાનક હોય અને ૧૨માં ગુણઠાણે જઈને ૭નું સત્તાસ્થાનક થાય તે પહેલું અલ્પતર સત્તાસ્થાનક છે. ૧૨માં ગુણઠાણે ૭નું સત્તાસ્થાનક હોય અને ૧૩માં ગુણઠાણે જઈને ૪નું સત્તાસ્થાનક થાય તે બીજુ અલ્પતર સત્તાસ્થાનક છે. અવસ્થિત સત્તાસ્થાનક-૩ :- ૮નું, ૭નું, ૪નું. ત્રણે સત્તાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત સત્તાસ્થાનકો ત્રણ છે.