________________ 115 મોહનીયમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે ૨૮ના સત્તાસ્થાનકની ઉપરનું કોઈ સત્તાસ્થાનક ન હોવાથી ૨૮નું અલ્પતર સત્તાસ્થાનક નથી. ૧લા ગુણઠાણે ૨૮નું સત્તાસ્થાનક હોય. ત્યાં સમ્યકત્વમોહનીયની ઉદ્ધલના થયા પછી ૨૭નું સત્તાસ્થાનક થાય તે પહેલું અલ્પતર સત્તાસ્થાનક છે. સમ્યક્ત્વમોહનીયની ઉધલના થયા પછી ૨૭નું સત્તાસ્થાનક હોય. મિશ્રમોહનીયની ઉદ્ધલના થયા પછી ૨૬નું સત્તાસ્થાનક થાય તે બીજું અલ્પતર સત્તાસ્થાનક છે. ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને ૨૮નું સત્તાસ્થાનક હોય. અનંતાનુબંધી ૪ની વિસંયોજનો થયા પછી તેને ૨૪નું સત્તાસ્થાનક થાય તે ત્રીજું અલ્પતર સત્તાસ્થાનક છે. અનંતાનુબંધી ૪ની વિસંયોજના થયા પછી ૨૪નું સત્તાસ્થાનક હોય. મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી ૨૩નું સત્તાસ્થાનક થાય તે ચોથું અલ્પતર સત્તાસ્થાનક છે. ૨૩ના સત્તાસ્થાનક પરથી જીવ મિશ્રમોહનીયનો ક્ષય થયા પછી ૨૨ના સત્તાસ્થાનક પર જાય તે પાંચમુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૨૨ના સત્તાસ્થાનક પરથી જીવ સમ્યકત્વમોહનીયનો ક્ષય થયા પછી ૨૧ના સત્તાસ્થાનક પર જાય તે છઠ્ઠું અલ્પતર સત્તાસ્થાનક 5 0 ૨૧ના સત્તાસ્થાનક પરથી જીવ અપ્રત્યાખ્યાનાવરણીય ૪પ્રત્યાખ્યાનાવરણીય 4 નો ક્ષય થયા પછી ૧૩ના સત્તાસ્થાનક પર જાય તે સાતમુ અલ્પતર સત્તાસ્થાનક છે.