________________ 114 મોહનીયમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે અવસ્થિત સત્તાસ્થાનક-૧ - રનું રનું સત્તાસ્થાનક સદા અવસ્થિત હોય છે. તેથી અવસ્થિત સત્તાસ્થાનક એક જ છે. ૧નું સત્તાસ્થાનક 1 સમયનું હોવાથી તે અવસ્થિત નથી. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી વેદનીયની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરીથી તેની સત્તા થતી ન હોવાથી તેનું અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. (4) મોહનીય : સત્તાસ્થાનક-૧૫ - ૨૮નું, ૨૭નું, ૨૬નું, ૨૪નું, ૨૩નું, ૨૨નું, ૨૧નું, ૧૩નું, 12, ૧૧નું, પનું, ૪નું, ૩નું, રનું, ૧નું. ભૂયસ્કાર સત્તાસ્થાનક-૧ - ૨૮નું અનાદિ મિથ્યાષ્ટિને ર૬નું સત્તાસ્થાનક હોય. ૨૮ની સત્તાવાળાને ૧લા ગુણઠાણે આવ્યા પછી સમ્યત્વમોહનીયમિશ્રમોહનીયની ઉઠ્ઠલના થયા પછી ર૬નું સત્તાસ્થાનક હોય. આ બન્ને જીવો ઔપથમિક સમ્યક્ત્વ પામે ત્યારે ૨૮નું સત્તાસ્થાનક થાય. તે ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. અનંતાનુબંધી ૪ની વિસંયોજના કર્યા પછી ૨૪નું સત્તાસ્થાનક હોય. તે જીવ ૧લા ગુણઠાણે આવીને અનંતાનુબંધી 4 બાંધે ત્યારે ૨૮નું સત્તાસ્થાનક થાય. તે પણ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. અલ્પતર સત્તાસ્થાનક-૧૪:- ૨૭નું, ર૬નું, ૨૪નું, ૨૩નું, ૨૨નું, ૨૧નું, ૧૩નું, ૧૨નું, ૧૧નું, પનું, ૪નું, ૩નું, ૨નું, ૧નું.