________________ 112 જ્ઞાનાવરણ-દર્શનાવરણમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી સર્વથા સત્તાનો અભાવ થયા પછી ફરી સત્તા ન થતી હોવાથી અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. ઉત્તરપ્રવૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે : દરેક મૂળ પ્રકૃતિના સત્તાસ્થાનકોની પ્રકૃતિઓ અને સ્વામી પૂર્વે (પાના નં. 34 થી 40 ઉપર) કહ્યા છે. તે ત્યાંથી જાણી લેવા. (1) જ્ઞાનાવરણ : સત્તાસ્થાનક-૧ :- પનું ભૂયસ્કાર સત્તાસ્થાનક-અલ્પતર સત્તાસ્થાનક :- નથી જ્ઞાનાવરણનું એક જ સત્તાસ્થાનક હોવાથી તેને ભૂયસ્કાર સત્તાસ્થાનક અને અલ્પતર સત્તાસ્થાનક નથી. અવસ્થિત સત્તાસ્થાનક-૧ :- પનું સદા પનું અવસ્થિત સત્તાસ્થાનક હોય છે. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી જ્ઞાનાવરણની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરી સત્તા થતી ન હોવાથી અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. (2) દર્શનાવરણ : સત્તાસ્થાનક-૩ :- ૯નું, ૬નું, ૪નું ભૂયસ્કાર સત્તાસ્થાનક :- નથી દર્શનાવરણકર્મના અલ્પ પ્રકૃતિઓના સત્તાસ્થાનક પરથી વધુ પ્રકૃતિઓના સત્તાસ્થાનક પર જવાતું ન હોવાથી તેના ભૂયસ્કાર સત્તાસ્થાનક નથી.