________________ 1 1 6 મોહનીયમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 13 સત્તાસ્થાનક પરથી જીવ નપુંસકવેદનો ક્ષય થયા પછી ૧૨ના સત્તાસ્થાનક પર જાય તે આઠમું અલ્પતર સત્તાસ્થાનક છે. ૧રના સત્તાસ્થાનક પરથી જીવ સ્ત્રીવેદનો ક્ષય થયા પછી ૧૧ના સત્તાસ્થાનક પર જાય તે નવમુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૧૧ના સત્તાસ્થાનક પરથી જીવ હાસ્ય 6 નો ક્ષય થયા પછી પના સત્તાસ્થાનક પર જાય તે દસમુ અલ્પતર સત્તાસ્થાનક છે. પના સત્તાસ્થાનક પરથી જીવ પુરુષવેદનો ક્ષય થયા પછી ૪ના સત્તાસ્થાનક પર જાય તે અગ્યારમુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૪ના સત્તાસ્થાનક પરથી જીવ સંજવલન ક્રોધનો ક્ષય થયા પછી ૩ના સત્તાસ્થાનક પર જાય તે બારમુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૩ના સત્તાસ્થાનક પરથી જીવ સંજવલન માનનો ક્ષય થયા પછી રના સત્તાસ્થાનક પર જાય તે તેરમુ અલ્પતર સત્તાસ્થાનક છે. રના સત્તાસ્થાનક પરથી જીવ સંજવલન માયાનો ક્ષય થયા પછી ૧ના સત્તાસ્થાનક પર જાય તે ચૌદમુ અલ્પતર સત્તાસ્થાનક છે. અવસ્થિત સત્તાસ્થાનક :- 15 પંદરે સત્તાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત સત્તાસ્થાનક 15 છે. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી મોહનીયની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરીથી તેની સત્તા થતી ન હોવાથી તેનું અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. (5) આયુષ્ય : સત્તાસ્થાનક-૨ :- રનું, ૧નું.